Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 1:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એફ્રાઇમના પહાડી પ્રદેશના રામાથાઈમ-સોફીમ નગરનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું, જે એફ્રાઇમી સૂફનો દીકરા, અલીહૂના દીકરા, જે તોહૂના દીકરા, જે સૂફના દીકરા, જે અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 એફ્રાઈમના પહાડી પ્રદેશના રામાથાઈમ સોફીમનો એક માણસ હતો, તેનું નામ એલ્કાના હતું; તે એફ્રાઈમી સૂફના દીકરા તોહૂના દીકરા અલીહૂના દીકરા યરોહામનો દીકરો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 એલ્કાના નામે એક માણસ હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશના રામા નગરમાં રહેતો હતો. તે એફ્રાઈમના કુળનો હતો. તે સૂફના પુત્ર તોહુના પુત્ર એલીહૂના પુત્ર યરોહામનો પુત્ર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 એફાઈમના પર્વતીય પ્રદેશમાં એલ્કાનાહ નામનો માંણસ રહેતો હતો. તે સૂફ કુળમાંથી હતો. તેના પિતાનું નામ યરોહામ હતું. યરોહામના પિતાનું નામ અલીહૂ હતું. અલીહૂના પિતાનું નામ તોહૂ હતું અને તોહૂના પિતાનું નામ સૂફ હતું જે એફાઇમ કુળસમૂહમાંથી હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 1:1
21 Iomraidhean Croise  

પછી ઝેરેદાહના એફ્રાઇમી નબાટનો દીકરો યરોબામ સુલેમાનનો એક ચાકર હતો, જેની માનું નામ સરુઆ હતું, જે વિધવા હતી. તેણે પોતાનો હાથ રાજાની વિરુદ્ધ ઉઠાવ્યો હતો.


અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલ્લુમ.


કહાથના વંશજો: તેનો દીકરો આમ્મીનાદાબ, તેનો દીકરો કોરા, તેનો દીકરો આસ્સીર,


જેઓ સેવા કરતા હતા તેઓ તથા તેઓના દીકરાઓ: કહાથીઓના કુટુંબનો ગાયક હેમાન, હેમાન યોએલનો દીકરો, યોએલ શમુએલનો દીકરો,


શમુએલ એલ્કાનાનો દીકરો, એલ્કાના યરોહામનો દીકરો, યરોહામ અલિયેલનો દીકરો, અલિયેલ તોઆનો દીકરો હતો.


સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો.


હારુનનો પુત્ર એલાઝાર પણ મરણ પામ્યો. તેઓએ તેના પુત્ર ફીનહાસને એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાં જે ગિબ્યા નગર અપાયેલું હતું તેમાં દફ્નાવ્યો.


ગિલ્યાદીઓએ યર્દન પાર કરીને એફ્રાઇમીઓને અટકાવ્યા અને જયારે કોઈ નાસી જતો એફ્રાઇમી બચી જતો ત્યારે તે કહેતો, “મને નદી પાર કરી જવા દે,” ત્યારે ગિલ્યાદના માણસો તેઓને કહેતા, “શું તું એફ્રાઇમી છે?” જો તે એવો જવાબ આપે કે, “ના,”


એફ્રાઇમના પહાડી પ્રદેશમાં મિખા નામે એક માણસ રહેતો હતો.


ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એવું બન્યું કે કોઈ એક લેવી એફ્રાઇમની પહાડી પ્રદેશના સૌથી દૂર વિસ્તારમાં આવીને રહેતો હતો. તેણે બેથલેહેમનાં યહૂદિયામાંથી એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી.


તે એફ્રાઇમના પહાડી પ્રદેશમાંના રામા તથા બેથેલની વચમાં દબોરાની ખજૂરીની નીચે બેસતી હતી અને ઇઝરાયલ લોકો તેની પાસે ન્યાય મેળવવા માટે આવતા હતા.


તે માણસનું નામ અલીમેલેખ, તેની પત્નીનું નામ નાઓમી અને તેના બે દીકરાઓનાં નામ માહલોન તથા કિલ્યોન હતાં. તેઓ બેથલેહેમ યહૂદિયાના એફ્રાથીઓ હતાં. તેઓ મોઆબ દેશમાં આવીને ત્યાં વસ્યા હતા.


ઓબેદ, તે યિશાઈનો પિતા હતો અને યિશાઈ, તે દાઉદનો પિતા હતો.


સવારે વહેલા ઊઠીને તેઓએ ઈશ્વરની આગળ ભજન કર્યું, પછી તેઓ રામામાં પોતાને ઘરે પાછા આવ્યાં. એલ્કાના પોતાની પત્ની હાન્નાની સાથે સૂઈ ગયો અને ઈશ્વરે તેને સંભારી.


હવે દાઉદ બેથલેહેમ યહૂદિયાના એફ્રાથી માણસ યિશાઈનો દીકરો હતો. યિશાઈને આઠ દીકરા હતા. શાઉલના દિવસોમાં યિશાઈ વૃદ્ધ અને પુખ્ત ઉંમરનો ગણાતો હતો.


પછી એલ્કાના રામામાં પોતાને ઘરે ગયો. છોકરો એલી યાજકની આગળ ઈશ્વરની સેવા કરતો હતો.


પછી રામામાં પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું; ત્યાં પણ તે ઇઝરાયલીઓની તકરારનો ન્યાય કરતો હતો. ત્યાં પણ તેણે ઈશ્વરને સારુ વેદી બાંધી.


તેથી શાઉલ અને તેનો ચાકર એફ્રાઇમના પહાડી પ્રદેશ પસાર કરીને શાલીશા દેશ વટાવ્યો, પણ તેઓને ગધેડાં મળ્યાં નહિ. તેઓએ શાલીમ દેશ પસાર કર્યો પણ ત્યાંથીય ગધેડાં મળ્યાં નહિ. પછી તેઓએ બિન્યામીનીઓનો દેશ ઓળંગ્યો, ત્યાં પણ ગધેડાંનો પત્તો લાગ્યો નહિ.


તેઓ સૂફ દેશમાં આવ્યા, ત્યારે શાઉલે પોતાનો ચાકર જે તેની સાથે હતો તેને કહ્યું, “ચાલ, આપણે પાછા જઈએ, નહિ તો મારા પિતા ગધેડાંની ચિંતા છોડી દઈને આપણા માટે ચિંતા કરવા લાગશે.”


Lean sinn:

Sanasan


Sanasan