Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 9:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સુલેમાન જયારે ઈશ્વરનું ભક્તિસ્થાન અને રાજમહેલ તથા અન્ય જે જે બાંધવાની તેની ઇચ્છા હતી તે બધું પૂરું કરી રહ્યો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને સુલેમાન યહોવાના મંદિરનું તથા રાજાના મહેલનું બાંધકામ, અને જે જે કરવાની સુલેમાનની ઇચ્છા હતી, તે સર્વ કરી રહ્યો ત્યારે એમ થયું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 શલોમોન રાજાએ પ્રભુનું મંદિર, તેનો રાજમહેલ અને તેને જે કંઈ બાંધવાની ઇચ્છા હતી તે બધાંનું બાંધકામ પૂરું કર્યું તે પછી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 સુલેમાંન જયારે યહોવાનું મંદિર અને રાજમહેલ તથા અન્ય જે જે બાંધવાની એમની ઉત્કંઠા હતી તે બધું પૂરું કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 9:1
18 Iomraidhean Croise  

સુલેમાને મિસરના રાજા ફારુનની સાથે સંબંધ બાંધીને તેની દીકરી સાથે લગ્ન કર્યું. તે પોતાનો મહેલ, યહોવાહનું ભક્તિસ્થાન તથા યરુશાલેમની ફરતે દીવાલ બાંધી રહ્યો, ત્યાં સુધી તેણે ફારુનની દીકરીને દાઉદનગરમાં રાખી.


ચોથા વર્ષના ઝીવ માસમાં યહોવાહના સભાસ્થાનનો પાયો નાખવામાં આવ્યો હતો.


સુલેમાનને પોતાનો મહેલ બાંધતાં તેર વર્ષ લાગ્યાં હતાં.


તેણે જે રાજમહેલ બાંધ્યો તેનું નામ ‘લબાનોન વનગૃહ’ રાખ્યું. તેની લંબાઈ સો હાથ, પહોળાઈ પચાસ હાથ તથા તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી. તે દેવદાર વૃક્ષના ચાર સ્તંભોની હારમાળાઓ પર બાંધેલું હતું.


આમ યહોવાહના સભાસ્થાનનું બાંધકામ પૂર્ણ થયું. અને સુલેમાન રાજાએ તેના પિતા દાઉદે અર્પણ કરેલાં સોનાનાં અને ચાંદીનાં પાત્રો લઈ જઈને યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં મૂક્યાં.


આઠમે દિવસે રાજાએ લોકોને વિદાય કર્યા અને તેઓએ રાજાને આશીર્વાદ આપ્યો. જે સર્વ ભલાઈ પોતાના સેવક દાઉદ અને પોતાના ઇઝરાયલી લોકો પર ઈશ્વરે કરી હતી તેથી મનમાં હર્ષ તથા આનંદ કરતા તેઓ પોતપોતાને ઘરે ગયા.


સુલેમાનને યહોવાહનું ભક્તિસ્થાન અને મહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યાં હતાં.


તૂરના રાજા હીરામે સુલેમાનને દેવદારનાં લાકડાં, એરેજવૃક્ષનાં લાકડાં, સોનું અને બીજું જે કંઈ જોઈતું હોય તે આપ્યું, તેથી રાજા સુલેમાને હીરામને ગાલીલ પ્રદેશમાંના વીસ ગામો આપ્યાં.


તેમ જ સુલેમાને પોતાના બધા ભંડારનાં નગરો, તેમ જ જે શહેરોમાં તે પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યાં. અને યરુશાલેમ, લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે તેણે જે કંઈ બંધાવવા વિચાર્યું હતું તે બધું પણ તેણે બંધાવ્યું.


જયારે સુલેમાન પ્રાર્થના પૂરી કરી રહ્યો ત્યારે આકાશમાંથી અગ્નિએ ઊતરીને દહનીયાર્પણ તથા બલિદાન ભસ્મ કર્યાં અને ઈશ્વરના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું.


આ રીતે સુલેમાને ઈશ્વરના સભાસ્થાનનું અને તેના મહેલનું બાંધકામ પૂરું કર્યું. જે કંઈ તેણે સભાસ્થાન તથા તેના ઘર સંબંધી વિચાર્યું હતું તે બધું જ તેણે સફળતાથી પૂરું કર્યુ.


સુલેમાનને ઈશ્વરનું સભાસ્થાન અને પોતાનો રાજમહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યા હતા,


સુલેમાને બાલાથ અને ભંડારના સર્વ નગરો કે જે તેની માલિકીનાં હતાં તે, તેના રથોનાં સર્વ શહેરો, ઘોડેસવારોનાં શહેરો, તેની મોજમજા માટે યરુશાલેમમાં, લબાનોનમાં અને તેના શાસન હેઠળના સર્વ દેશોમાં જે શહેરો બાંધવાનું તેણે ઇચ્છ્યું તે સર્વ તેણે બાંધ્યાં.


મને જે કંઈ મારી નજરમાં પ્રાપ્ત કરવા જેવું લાગ્યું તેનાથી હું પાછો પડયો નહિ. મેં મારા હ્રદયને કોઈ પણ પ્રકારના આનંદથી રોક્યું નહિ, કેમ કે મારી સર્વ મહેનતનું ફળ જોઈને મારું મન પ્રસન્નતા પામ્યું, મારા સઘળા પરિશ્રમનો એ બદલો હતાં.


પછી મેં મારે પોતાને માટે મોટાં કામ ઉપાડયાં. મેં પોતાને માટે મહેલો બંઘાવ્યા મેં પોતાને માટે દ્રાક્ષવાડીઓ રોપાવી.


ભટકતી ઇચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે ઇષ્ટ છે. એ પણ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવાં જેવું છે.


Lean sinn:

Sanasan


Sanasan