૧ રાજા 8:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 તો તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને ક્ષમા આપજો; દરેક માણસનું હૃદય તમે જાણો છો માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજો, કેમ કે તમે અને ફક્ત તમે જ સર્વ મનુષ્યોનાં હૃદયો જાણો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 તો તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળી ક્ષમા આપીને [તે પ્રમાણે] કરજો. અને દરેક માણસનું હ્રદય તમે જાણો છો માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજો; (કેમ કે તમે, ફક્ત તમે જ, સર્વ મનુષ્યપુત્રોનાં હ્રદયો જાણો છો;) Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 ત્યારે તમે તેમની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તમે તેમનું સાંભળજો, તેમને ક્ષમા કરજો અને સહાય કરજો. છેવટે માનવના મનનું દુ:ખ તો માત્ર તમે જ જાણો છો. દરેક વ્યક્તિ પ્રત્યે તેની યોગ્યતા પ્રમાણે તમે વર્તજો; Faic an caibideilપવિત્ર બાઈબલ39 તો તમે આકાશમાંથી તેઓની પ્રાર્થના સાંભળીને તેઓને ક્ષમાં આપજો. પ્રત્યેક વ્યકિતને તેની લાયકાત પ્રમાંણે આપજો, તમે એક જ માંત્ર જાણો છો, લોકોના હૃદયમાં શું છે. Faic an caibideil |
“વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે.
તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, ‘યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?’ પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, ‘શું તું મારા પર હેત રાખે છે?’ અને તેણે તેમને કહ્યું કે, ‘પ્રભુ, તમે સર્વ જાણો છો;’ તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, ‘મારા ઘેટાંને પાળ.’”