૧ રાજા 8:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 જો દેશમાં દુકાળ પડે, જો મરકી ફાટી નીકળે, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે; જો તેઓના દુશ્મનો તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓના પર હુમલો કરે અથવા ગમે તે મરકી કે રોગ હોય, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 જો દેશમાં દુકાળ હોય, જો મરકી હોય, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે, જો તેઓના શત્રુ તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓને ઘેરી લે; ગમે તે મરકી કે, ગમે તે રોગ હોય; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.37 “દેશમાં દુકાળ પડે, રોગચાળો ફાટી નીકળે અથવા લૂ કે તીડોનાં ટોળાંથી પાક નાશ પામે અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરીને ઘેરો ઘાલે અથવા તેમનામાં કોઈ રોગ કે માંદગી આવે તો તેમની પ્રાર્થનાઓ સાંભળજો. Faic an caibideilપવિત્ર બાઈબલ37 “જો દેશમાં દુકાળ પડે કે મરકી ફાટી નીકળે, પાક લૂથી બળી જાય, કે મસી આવે, તીડ કે કાતરા પડે; એ લોકોના કોઈ દુશ્મનો એમના કોઈ શહેરને ઘેરો ઘાલે કે કોઈ આફત ઊતરે કે, રોગચાળો ફાટી નીકળે. Faic an caibideil |