Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 7:50 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

50 શુદ્વ સોનાના પ્યાલા, કાતરો, તપેલાં, વાટકા, અને ધૂપદાનીઓ; અને અંદરનાં ઘરનાં એટલે પરમપવિત્રસ્થાનના બારણાં માટે મિજાગરાં પણ સોનાનાં બનાવડાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

50 વળી ચોખ્ખા સોનાનાં પ્યાલાં, કાતરો, તપેલાં, પળીઓ તથા ધૂપદાનીઓ; અને ભીતરના ઘરનાં એટલે પરમપવિત્રસ્થાનનાં કમાડને માટે, તેમ જ ઘરનાં એટલે મંદિરનાં કમાડને માટે સોનાનાં મિજાગરાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

50 પ્યાલા, જ્યોત બૂઝાવવાનાં સાધનો, કટોરા, ધૂપદાનીઓ, અંગારા ઊંટકવાના પાવડા અને પરમપવિત્રસ્થાનનાં દ્વાર તથા મંદિરનાં બહારનાં દ્વારનાં મિજાગરા એ બધી વસ્તુઓ સોનાની બનાવેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

50 શુદ્વ સોનાનાઁ પ્યાલાં, કાતરો, તપેલાં, વાટકા, અને ધૂપદાનીઓ, અને ગર્ભગૃહનાં તેમજ પરમ-પવિત્રસ્થાનના બારણાં માંટે મિજાગરાં પણ સોનાનાં બનાવડાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 7:50
11 Iomraidhean Croise  

પણ યહોવાહના ઘરમાં ભેગાં થયેલાં નાણાંથી તેઓએ ઘરમાં ચાંદીના પ્યાલા, કાતરો, વાસણો, રણશિંગડાં અથવા કોઈપણ જાતનાં સોના-ચાંદીનાં વાસણો બનાવ્યાં નહોતા.


રાજાના ચોકીદારનો સરદાર સોના તથા ચાંદીથી બનાવેલી સગડીઓ તથા કૂંડીઓ લઈ ગયો.


મેજ માટે વાસણો બનાવજે; એટલે થાળીઓ, ચમચીઓ, કડછીઓ અને પેયાર્પણને માટે વાટકા બનાવ. તું તેમને ચોખ્ખા સોનાનાં બનાવજે.


એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાનાં હોવાં જોઈએ.


અને તેનાં ભસ્મપાત્રો, પાવડાઓ, તપેલાં ત્રિપાંખી સાધનો તથા સગડીઓ બનાવજે અને તેનાં સઘળાં પાત્રો પિત્તળનાં બનાવજે.


પ્યાલાઓ, ધૂપદાનીઓ, કટોરા, ઘડાઓ, દીવીઓ, તપેલાંઓ, વાટકાઓ એટલે જે સોનાનું બનેલું હતું તે અને જે રૂપાનું બનેલું હતું તે, રક્ષક ટુકડીનો સરદાર લઈ ગયો.


પછી તેણે તેના ઓરડાની લંબાઈ માપી તો તે વીસ હાથ હતી. અને તેની પહોળાઈ પણ વીસ હાથ હતી. પછી તેણે મને કહ્યું, “આ પવિત્રાતિપવિત્ર સ્થાન છે.”


પછી હારુન એક ધૂપદાનીમાં યહોવાહ આગળની વેદીમાંથી સળગતા અંગારા અને બે મુઠ્ઠી બારીક દળેલો ધૂપ લઈને તેને પડદાની અંદરની બાજુએ લાવે.


પણ તે દિવસે, ઘોડાઓ પરની ઘંટડીઓ કહેશે, “યહોવાહને સારુ પવિત્ર” અને યહોવાહના સભાસ્થાનનાં તપેલાં વેદી આગળના વાટકા જેવાં થશે.


સોનાનાં ધૂપપાત્રો ધૂપથી ભરેલાં, તે પ્રત્યેકનું વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ દશ શેકેલ હતું. એ ધૂપપાત્રોનું સઘળું સોનું એકસોને વીસ શેકેલ હતું.


Lean sinn:

Sanasan


Sanasan