Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 7:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 તે ઉપરાંત હીરામે કૂંડાં, પાવડા તથા છંટકાવ માટેના વાટકા બનાવ્યા. આ પ્રમાણે હુરામે સઘળું કામ પૂરું કર્યું કે જે તેણે સુલેમાન રાજાને માટે યહોવાહનું ભક્તિસ્થાનમાં કર્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 વળી હુરામે કૂંડાં, પાવડા તથા તપેલા બનાવ્યાં. આ પ્રમાણે હુરામે યહોવાના મંદિરને લગતું જે કામ સુલેમાન રાજાને માટે [આરંભ્યું હતું] તે સર્વ તેણે પૂરું કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40-45 હુરામે ભસ્મપાત્રો, પાવડા અને પ્યાલા બનાવ્યાં. પ્રભુના મંદિરને માટે શલોમોન રાજાને સોંપેલું પોતાનું બધું કામ તેણે પૂરું કર્યું. તેણે બનાવેલ સામગ્રી આ પ્રમાણે છે: બે સ્તંભ સ્તંભની ટોચ ઉપર પ્યાલા આકારના બે કળશ પ્રત્યેક કળશ પર એકબીજીને વીંટળાયેલ સાંકળીની ભાતની કોતરણી પ્રત્યેક કળશની ફરતે ભાતની કોતરણીમાં દરેક હારમાં સો એમ બે હારમાં ગોઠવેલાં તાંબાનાં ચારસો દાડમ. દસ જળકુંડીઓ જળકુંડ, જળકુંડ મૂકવા માટે બાર આખલા ભસ્મપાત્રો, પાવડા, પ્યાલા. શલોમોન રાજા માટે હુરામે બનાવેલ મંદિરની એ બધી સામગ્રી ચકચકિત કરેલ તાંબામાંથી બનાવી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 તદુપરાંત હીરામે કૂંડા-પાવડા તથા તપેલાં બનાવ્યાં. આ પ્રમાંણે હીરામે યહોવાના મંદિરને લગતું સુલેમાંન રાજાને માંટે તે સર્વ તેણે પૂરું કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 7:40
12 Iomraidhean Croise  

તે ચોતરાની બનાવટ આ પ્રમાણે હતી. તેઓને તકતીઓ હતી અને તકતીઓ ચોકઠાંની વચ્ચે હતી.


તેણે પાંચ કૂંડાં સભાસ્થાનની દક્ષિણ તરફ અને બીજા પાંચ કૂંડા ઉત્તર તરફ મૂક્યાં. તેણે હોજને સભાસ્થાનની જમણી દિશાએ અગ્નિખૂણા પર રાખ્યો.


એટલે બે સ્તંભો, સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ તથા સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ ઢાંકવા બે જાળી બનાવી હતી.


વળી દાઉદે હદાદેઝેરના નગરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ પિત્તળ મેળવ્યું તેમાંથી સુલેમાને પિત્તળનો મોટો હોજ, સ્તંભો અને પિત્તળનાં વાસણો ભક્તિસ્થાન માટે તૈયાર કરાવ્યાં.


તેણે વસ્તુઓ ધોવા માટે દસ કૂંડાં બનાવ્યાં; તેણે પાંચને જમણી તરફ અને પાંચને ડાબી તરફ મૂક્યાં; તેઓમાં દહનીયાર્પણને લગતા પદાર્થો ધોવામાં આવતા હતા. કુંડ તો યાજકોને માટે નાહવાધોવા માટે હતો.


તેણે દસ મેજ બનાવીને ઘરમાં પાંચ મેજ જમણી બાજુએ અને પાંચ મેજ ડાબી બાજુએ મૂક્યાં. તેણે સોનાનાં સો કુંડાં બનાવ્યાં.


અને મૂસાએ યજ્ઞનું અડધું રક્ત એક વાસણમાં રાખ્યું અને અડધું રક્ત તેણે વેદી પર છાંટ્યું.


અને તેનાં ભસ્મપાત્રો, પાવડાઓ, તપેલાં ત્રિપાંખી સાધનો તથા સગડીઓ બનાવજે અને તેનાં સઘળાં પાત્રો પિત્તળનાં બનાવજે.


Lean sinn:

Sanasan


Sanasan