૧ રાજા 6:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 સુલેમાને એ બન્ને કરુબોને ભક્તિસ્થાનના પરમપવિત્રસ્થાનમાં ગોઠવ્યા હતા. કરુબની પાંખો ફેલાયેલી હતી, તેથી એક કરુબની પાંખ એક દીવાલને અને બીજા કરુબની પાંખ બીજી દીવાલને સ્પર્શતી હતી અને તેઓની બીજી પાંખો ખંડની વચ્ચોવચ્ચ એકબીજાને સ્પર્શતી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તેણે કરુબોને ભીતરના ઘરમાં મૂકયા. કરુબોની પાંખો પ્રસારેલી હતી, તેથી એકની પાંખ એક ભીંતે અડતી હતી; ને બીજા કરુબની પાંખ બીજી ભીંતે અડતી હતી; અને તેમની પાંખો ઘરના મધ્ય ભાગે એકબીજીને અડતી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 તેમને પરમ-પવિત્રસ્થાનમાં પાસપાસે એ રીતે મૂક્યાં હતા કે જેથી તેમની પ્રસરેલી પાંખો ખંડની મધ્યમાં એકબીજીને સ્પર્શે અને બીજી બે પાંખો બન્ને તરફ દીવાલોને સ્પર્શે. Faic an caibideilપવિત્ર બાઈબલ27 તેઓએ એ બંન્ને કરૂબોને મંદિરના પરમ પવિત્ર સ્થાનમાં ગોઠવ્યા હતાં. કરૂબની પાંખો ફેલાયેલી હતી, તેથી એક દેવદૂતની પાંખ એક ભીંતને અને બીજા દેવદૂતની પાંખ બીજી ભીંતને અડતી હતી, અને તેમની બીજી પાંખો ખંડની વચ્ચોવચ્ચ એકબીજાને મળતી હતી. Faic an caibideil |