૧ રાજા 21:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પેલા બે અપ્રામાણિક માણસો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ સાક્ષી આપીને કહ્યું, “નાબોથે યહોવાહને અને રાજાને શાપ આપ્યો છે.” પછી તેઓ તેને નગરની બહાર લઈ ગયા અને પથ્થર મારીને તેને મારી નાખ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને પેલા બે બલિયાલના માણસો અંદર આવીને તેની આગળ બેઠા. અને તે બલિયાલના માણસોએ તેની વિરુદ્ધ, એટલે નાબોથની વિરુદ્ધ, લોકોની આગળ એવી સાક્ષી પૂરી, “નાબોથે ઈશ્વરને તથા રાજાને શાપ દીધો છે.” પછી તેઓએ તેને નગરની બહાર લઈ જઈને તેને પથ્થરે એવો માર્યો કે તે મરી ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 બે હરામખોરોએ તેના પર ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂક્યો અને તેથી તેમણે તેને નગર બહાર લઈ જઈ પથ્થરો મારીને મારી નાખ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ13 અને પેલા બે બદમાંશો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ જુબાની આપી અને કહ્યું તેણે (નાબોથ) દેવને અને રાજાને શ્રાપ આપીને ખોટું કર્યુ છે. પછી તેઓ તેને શહેરની બહાર લઈ ગયા અને પથ્થરો ફેકીને માંરી નાખ્યો. Faic an caibideil |
એલિશા પોતાના ઘરમાં બેઠો હતો અને તેની સાથે વડીલો બેઠા હતા. રાજાએ પોતાની પાસેથી તેની આગળ એક માણસ મોકલ્યો, પણ તે સંદેશાવાહક આવી પહોંચ્યો તે પહેલાં જ એલિશાએ વડીલોને કહ્યું હતું કે, “જો, એ ખૂનીના દીકરાએ મારું માથું કાપી નાખવાને માણસ મોકલ્યો છે. જુઓ જ્યારે સંદેશાવાહક આવે ત્યારે તેને બહાર ઊભો રાખીને બારણું બંધ કરી દેજો. શું તેના માલિકના પગનો અવાજ તેની પાછળ નથી સંભળાતો?’