૧ રાજા 20:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 હવે બેન-હદાદના માણસો તો આતુરતાથી તાકી રહ્યા હતા તેથી તેઓએ તરત જ તેને જવાબ આપ્યો કે, “હા, તારો ભાઈ બેન-હદાદ હજી જીવે છે.” પછી આહાબે કહ્યું, “જાઓ, તેને લઈ આવો.” પછી બેન-હદાદ તેની પાસે બહાર આવ્યો અને આહાબે તેને પોતાના રથમાં બેસાડ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 હવે પેલા માણસો તો આતુરતાથી તાકી રહ્યા હતા, તેથી તેઓએ તેના બોલવાનો ભાવ ઝટ પકડી લીધો. અને તેઓએ કહ્યું, “તમારો ભાઈ બેન-હદાદ [હયાત છે].” ત્યારે આહાબે કહ્યું, “તમે જઈને તેને તેડી લાવો.” ત્યારે બેન-હદાદ તેની પાસે બહાર આવ્યો; અને તેણે એને [પોતાની સાથે] રથમાં બેસાડ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 બેનહદાદના અમલદારો સારા સંકેતની રાહ જ જોતા હતા. તેમણે આહાબને ‘ભાઈ’ કહેતા સાંભળ્યો કે તરત જ તે શબ્દ પકડી લીધો અને કહ્યું, “તમે જ કહો છો કે તે તમારો ભાઈ છે!” આહાબે હુકમ કર્યો, “તેને મારી પાસે લાવો.” બેનહદાદ આવ્યો, એટલે આહાબે તેને પોતાના રથમાં સાથે બેસવા આમંત્રણ આપ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ33 બેન-હદાદના માંણસોએ આને શુભ શુકન માંની લઈ તરત જ તેના શબ્દો પકડી લઈ કહ્યું, “જી, બેન-હદાદ આપના ભાઈ છે.” આહાબે કહ્યું, “જાઓ, તેને લઈ આવો.” પછી બેન-હદાદ બહાર આવ્યો અને આહાબે તેને પોતાના રથમાં બેસાડ્યો. Faic an caibideil |
જ્યારે યેહૂ ત્યાંથી વિદાય થયો, ત્યારે તેને મળવા આવતા રેખાબના દીકરા યહોનાદાબને તે મળ્યો. યેહૂએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હૃદય તારા પ્રત્યે શુદ્ધ છે તેમ શું તારું હૃદય મારા પ્રત્યે શુદ્ધ છે?” યહોનાદાબે કહ્યું, “હા છે.” પછી યેહૂએ કહ્યું, “જો તેમ છે તો તારો હાથ મને આપ.” અને યહોનાદાબે તેને પોતાનો હાથ આપ્યો યેહૂએ તેને પોતાની પાસે રથમાં ખેંચી લીધો.