૧ રાજા 20:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 ઇઝરાયલી લોકો ભેગા થઈને ભાતું લઈને તેઓની સામે લડ્યા. ઇઝરાયલી લોકોએ તેઓની આગળ લવારાંની બે નાની ટોળીઓની માફક છાવણી કરી, પણ અરામીઓ તો સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગયા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ઇઝરાયલી લોકો ભેગા થઈને ભાતું લઈને તેઓની સામે ગયા. અને ઇઝરાયલી લોકોએ તેઓની આગળ લવારાંની બે નાની ટોળીઓની માફક છાવણી કરી. પણ અરામીઓથી તો આખો પ્રદેશ ભરાઈ ગયો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 ઇઝરાયલીઓ પણ એકઠા થયા અને શસજ્જ બન્યા; તેઓ પણ કૂચ કરી નીકળ્યા અને અરામીઓ સામે બે જૂથમાં છાવણીઓ નાખી. સમગ્ર સીમાડાને છાઈને પડેલા અરામીઓ આગળ ઇઝરાયલીઓ બકરાંનાં બે નાનાં ટોળાં જેવા લાગતા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ27 ઇસ્રાએલીઓ પણ લડવા ભેગા થયા. તેઓએ બખ્તર અને બીજા હથિયારો સાથે લીધાં અને અરામીઓનો સામનો કરવા નીકળી પડયા અને તેમની સામે પડાવ નાખ્યો. ઇસ્રાએલીઓ તો બકરાનાં બે ટોળાં જેવાં લાગતા હતાં અને અરામીઓ તો સમગ્ર પ્રદેશમાં ફેલાઇ ગયા હતા. Faic an caibideil |