૧ રાજા 2:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 ત્યારે રાજાએ માણસ મોકલીને શિમઈને બોલાવડાવીને કહ્યું, “શું મેં તને યહોવાહના સમ આપીને આગ્રહથી કહ્યું ન હતું, ‘જો તું અહીંથી રવાના થઈને ક્યાંય પણ જઈશ, તો જરૂર જાણજે કે તે દિવસે ચોક્કસ તારું મરણ થશે?’ પછી તેં મને કહ્યું હતું, ‘તું જે કહે છે તે સારું છે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 એટલે રાજાએ માણસ મોકલીને શિમઈને તેડાવીને તેને કહ્યું, શું મેં તને યહોવાના સોગન ખવડાવીને આગ્રહથી કહ્યું નહોતું કે, જો તું અહીંથી નીકળીને કયાંય પણ જઈશ, તો જરૂર જાણજે કે તે દિવસે નક્કી તારું મોત છે? અને તેં મને કહ્યું હતું કે, જે વાત મેં સાંભળી છે તે ઠીક છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 તેથી તેણે શિમઈને બોલાવીને કહ્યું, “મેં તને પ્રભુને નામે સોગંદ લેવડાવીને યરુશાલેમ છોડવા ના પાડી હતી. મેં તને ચેતવણી આપી હતી કે જો તું તેમ કરીશ તો જરૂર માર્યો જઈશ. Faic an caibideilપવિત્ર બાઈબલ42 પછી માંણસ મોકલીને તેણે તેને બોલાવડાવ્યો અને કહ્યું, “મેં તને યહોવાના સમ નહોતા લેવડાવ્યા, મેં તને સખત ચેતવણી નહોતી આપી કે, તું જે દિવસે શહેર છોડીને બીજે જશે તે દિવસે જરૂર મોંત આવ્યું સમજજે! અને તેં કહ્યું હતું કે, સારું, હું એ પ્રમાંણે કરીશ. Faic an caibideil |