Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 2:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 તેની જગ્યાએ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાધિપતિ તરીકે અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યાજક તરીકે નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 તેની જગાએ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાધિપતિ ઠરાવ્યો. અને અબ્યાથારની જગાએ રાજાએ સાદોક યાજકને નીમ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 રાજાએ યોઆબની જગ્યાએ યહોયાદાના પુત્ર બનાયાને સેનાપતિ બનાવ્યો અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યજ્ઞકારપદે નીમ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 પછી રાજાએ યોઆબને બદલે યહોયાદાના પુત્ર બનાયાને લશ્કરના સેનાધિપતિ તરીકે અને યાજક તરીકે; અબ્યાથારને બદલે સાદોકની નિમણૂંક કરી.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 2:35
19 Iomraidhean Croise  

પણ મને, હા, મને આ તમારા સેવકને, સાદોક યાજકને, યહોયાદાના દીકરા બનાયાને તથા તમારા સેવક સુલેમાનને તેણે આમંત્રણ આપ્યું નથી.


રાજાએ તેઓને કહ્યું, “તમે તમારા માલિકના સેવકોને તમારી સાથે લઈને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ.


તેથી સાદોક યાજક, નાથાન પ્રબોધક, યહોયાદાનો દીકરો બનાયા તથા કરેથીઓ અને પલેથીઓએ જઈને સુલેમાનને દાઉદ રાજાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ આવ્યા.


આમ સુલેમાને યહોવાહના યાજકપદ પરથી અબ્યાથારને પદભ્રષ્ટ કર્યો, જેથી એલીના કુટુંબ વિષે યહોવાહે શીલોમાં જે વચન કહ્યાં હતાં તે તે પૂરાં કરે.


યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.


દાઉદે સાદોક અને અબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, અસાયા, યોએલ, શમાયા, અલીએલ તથા આમ્મીનાદાબ લેવીઓને બોલાવ્યા.


સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.


ત્રીજા માસની ટુકડીનો ઉપરી સૈન્યનો આગેવાન યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા.


તે દિવસે, તેઓએ યહોવાહ સમક્ષ ખાંધુપીધું અને ખૂબ આનંદ કર્યો. તેમણે દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા જાહેર કર્યો અને તેનો યહોવાહના નામે શાસક તરીકે અને સાદોકને ઈશ્વરના યાજક તરીકે અભિષેક કર્યો.


શાલ્લુમ, સાદોક, અહિટૂબ,


ઈશ્વર શક્તિશાળી લોકોને પણ ભાંગે છે કેમ કે તેઓના માર્ગો એવા છે કે તેને માટે વધારાની તપાસ કરવાની જરૂર નથી; તેઓ તેમને સ્થાને અન્યને નિયુકત કરે છે.


તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.


ઉત્તર તરફ મુખવાળી ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે, જેઓ યહોવાહની સેવા કરવા પાસે જઈ શકે છે, તેઓ લેવીના વંશજો છે.”


પ્રભુ યહોવાહ કહે છે, સાદોકના વંશજોના લેવી યાજકો જે મારી આગળ સેવા કરવા આવે તેને તમારે પશુઓમાંથી એક બળદ પાપાર્થાર્પણને સારુ આપવો. પ્રાયશ્ચિત બલિ તરીકે ચઢાવવા તેઓને એક વાછરડો આપવો.


કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે કે, “તેની રહેવાની જગ્યા ઉજ્જડ થાઓ; અને તેમાં કોઈ ન વસે,” અને, “તેનું અધ્યક્ષપદ બીજો લે.”


મારા અંતઃકરણ તથા મારા મનમાં જ છે તે પ્રમાણે કરે એવા એક વિશ્વાસુ યાજકને હું મારે સારુ ઊભો કરીશ. હું તેને સારુ એક સ્થિર ઘર બાંધીશ; અને તે સદા મારા અભિષિક્તની સંમુખ ચાલશે.


Lean sinn:

Sanasan


Sanasan