૧ રાજા 19:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 યહોવાહે જવાબ આપ્યો, “બહાર જા અને પર્વત પર યહોવાહની ઉપસ્થિતિમાં ઊભો રહે.” પછી યહોવાહ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રચંડ પવન પર્વતોને ધ્રુજાવતો અને યહોવાહની સંમુખ ખડકોના ટુકડેટુકડાં કરતો હતો. પરંતુ યહોવાહ તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવાહ એ ભૂકંપમાં પણ નહોતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 યહોવાએ કહ્યું, “બહાર આવીને પર્વત પર યહોવાની સમક્ષ ઊભો રહે.” અને જૂઓ, યહોવા ત્યાં જઈને જતા હતા, ને ભારે તથા જોરાવર વાયું પર્વતોને ફાડતો, તથા યહોવાની સમક્ષ ખડકોના ટૂકડેટૂકડા કરતો હતો, પણ એ વાયુમાં યહોવા નહોતા. અને વાયું પછી ધરતીકંપ [થયો;] પણ એ ધરતીકંપમાં યહોવા નહોતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પ્રભુએ તેને કહ્યું, “જા, પર્વતની ટોચે જઈને મારી આગળ ઊભો રહે.” પછી પ્રભુ પસાર થયા અને પર્વતોને તોડી નાખતો ભારે પવન વાયો; પણ પ્રભુ તે પવનમાં નહોતા. પવન વાયા પછી ધરતીકંપ થયો; પણ પ્રભુ તે ધરતીકંપમાં નહોતા. Faic an caibideilપવિત્ર બાઈબલ11 યહોવાએ તેને જણાવ્યું, “બહાર જા અને પર્વત પર યહોવાની ઉપસ્થિતિમાં ઊભો રહે.” કારણ યહોવા ત્યાંથી પસાર થઇ રહ્યાં છે, પ્રચંડ પવન ફુંકાવા લાગ્યો, જે યહોવાની હાજરીમાં પર્વતને હલાવી શકે અને પથ્થરોને તોડી શકે એટલો શકિતશાળી હતો. પરંતુ યહોવા તે પવનમાં નહોતા. પવન પછી ભૂકંપ થયો, પરંતુ યહોવા કંઈ એ ભૂકંપમાં નહોતા. Faic an caibideil |