Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 17:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ તે વિધવાએ જવાબ આપ્યો, “તારા ઈશ્વર યહોવાહની હાજરીમાં હું કહું છું કે મારી પાસે રોટલી નથી પણ માટલીમાં ફક્ત એક મુઠ્ઠી લોટ અને કૂંડીમાં થોડું તેલ છે. જો હું અહીં થોડાં લાકડાં વીણવા આવી છું, જેથી હું જઈને મારે માટે અને મારા પુત્ર માટે કંઈ રાંધુ કે જેથી અમે તે ખાઈએ અને પછીથી ભૂખે મરીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “તમારા ઈશ્વર યહોવાના જીવના સમ કે, મારી પાસે એકે રોટલી નથી, માત્ર માટલીમાં એક મુઠ્ઠી મેંદો ને કૂંડીમાં થોડું તેલ છે; અને જુઓ, હું થોડાક લાકડાં વીણું છું કે, ઘેર જઈને હું મારે માટે તથા મારા દીકરાને માટે તે પકાવું કે, અમે તે ખાઈને પછીથી મરી જઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેણે જવાબ આપ્યો, “તમારા ઈશ્વર પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે મારી પાસે એકેય રોટલી નથી. મારી પાસે માત્ર માટલીમાં મુઠ્ઠીભર લોટ અને બરણીમાં થોડુંક ઓલિવ તેલ છે. હું અહીં થોડા લાકડાં વીણવા આવી છું, જે લઈને હું મારા પુત્ર અને મારે માટે થોડુંક તૈયાર કરીશ. એ અમારું છેલ્લું ભોજન હશે, પછી અમે ભૂખે મરી જઈશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પણ તે વિધવા બોલી, “તમાંરા દેવ યહોવાના સમ માંરી બરણીમાં મુઠ્ઠી લોટ અને કૂજામાં થોડું તેલ છે; એ સિવાય માંરી પાસે કશું ખાવાનું નથી. હું અહીં આ થોડા લાકડાં ભેગાં કરવા આવી છું, જેથી જઈને મરતાં પહેલાં માંરે માંટે ને માંરા પુત્રના છેલ્લા ભોજન માંટે કંઈ રાંધી શકું.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 17:12
21 Iomraidhean Croise  

રસ્તામાં પાત્રમાંનુ પાણી પૂરું થઈ ગયું ત્યારે તેણે છોકરાંને એક ઝાડ નીચે મૂક્યો.


પછી તે મીટર જેટલે અંતરે દૂર જઈને બેઠી, કેમ કે તેણે કહ્યું, “છોકરાનું મરણ હું કેવી રીતે જોઈ શકું?” બાળકની સામે બેસીને હાગારે ઊંચા અવાજે રુદન કર્યું.


પણ ઇત્તાયે રાજાને કહ્યું, “જીવતા યહોવાહ તથા મારા માલિક રાજાના જીવના સમ, કે જે જગ્યાએ મારા માલિક રાજા જશે, પછી મરવાનું હશે કે જીવવાનું તોપણ તારો દાસ ત્યાં આવશે.”


બહારથી આવી ને ગિલ્યાદ માં વસેલાં તિશ્બી એલિયા આહાબને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, જેઓ જીવંત છે, જેની સંમુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ વરસશે નહિ.”


તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને હાંક મારીને કહ્યું, “મારે સારુ રોટલીનો ટુકડો પણ લેતી આવજે.”


એલિયાએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ. જઈને તારા કહેવા પ્રમાણે કર, પણ પહેલાં મારા માટે તેમાંથી એક નાની રોટલી બનાવીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારા માટે તથા તારા દીકરા માટે બનાવજે.


જો હું ખેતરોમાં બહાર જાઉં છું, તો ત્યાં તલવારથી માર્યા ગયેલાઓના મૃતદેહો જોઉં છું. જો હું નગરમાં જાઉં છું, તો જુઓ, ત્યાં દુકાળથી પીડાતા લોકને જોઉં છું. પ્રબોધકો અને યાજકો સુદ્ધાં આમ તેમ ભટક્યા કરે છે. શું કરવું તે તેમને સૂઝતું નથી.’”


અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, ‘યહોવાહ જીવે છે, એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ તેમનામાં પોતાને આશીર્વાદિત કહેશે અને તેમની સ્તુતિ કરશે.’


જો કે, ‘જીવતા યહોવાહના સમ’ એમ કહીને તેઓ સમ ખાય છે. તેઓ ખોટી પ્રતિજ્ઞા લે છે.


જેઓ તલવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનાર કરતાં સુખી છે, કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.


તેઓ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને તેમની પાસે આવી, અને તેમના માથા ઉપર અત્તર રેડ્યું.


કેમ કે, ઇઝરાયલને બચાવનાર ઈશ્વર જે જીવે છે તેમના સમ દઈને કહું છું જો તે મારો દીકરો યોનાથાન હશે તો પણ, તે નક્કી માર્યો જશે.” પણ સર્વ લોકોમાંથી કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહિ.


લોકોએ શાઉલને કહ્યું, “શું યોનાથાન કે જેણે ઇઝરાયલને મોટો વિજય અપાવ્યો છે તે મરશે? એવું ન થાઓ! જીવંત ઈશ્વરના સમ, તેના માથાનો એક પણ વાળ ભૂમિ પર પડનાર નથી, કેમ કે તેણે આજે ઈશ્વરની સહાયથી જ આ કામ કર્યું છે.” એમ લોકોએ યોનાથાનને બચાવ્યો તેથી તે મરણ પામ્યો નહિ.


અને હું મારા જુવાન માણસને મોકલીને તેને કહીશ કે, ‘જા બાણો શોધી કાઢ.’ જો હું જુવાન છોકરાંને કહું કે, ‘જો, બાણો તારી તરફ છે; તો લઈને આવજે;” કેમ કે જીવતા ઈશ્વરના સમ કે, ત્યાં તું સલામત છે અને તને કોઈ મુશ્કેલી નથી.


દાઉદે ફરી સોગન ખાઈને કહ્યું કે,” તારો પિતા સારી પેઠે જાણે છે કે, હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું; માટે તે કહે છે કે, ‘યોનાથાન આ વાત ન જાણે, રખેને તેને દુઃખ થાય.’ પણ ખરેખર હું જીવતા ઈશ્વરના તથા તારા જીવના સોગન ખાઉં છું કે, મારી તથા મરણની વચ્ચે ફક્ત એક પગલું જ દૂર રહ્યું છે.”


માટે હવે, હે મારા માલિક, હું જીવતા ઈશ્વરના તથા તમારા સમ ખાઈને કહું છું, ઈશ્વર તમને ખૂનના દોષથી, તમારે હાથે તમારું વેર લેવાથી પાછા રાખ્યા છે. તમારા શત્રુઓ, મારા માલિકનું અહિત તાકનારાઓ નાબાલ જેવા થાઓ.


દાઉદે કહ્યું” જીવતા ઈશ્વરના સમ, ઈશ્વર તેને મારશે અથવા તેનો મોતનો દિવસ આવશે અથવા તો તે લડાઈમાં નાશ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan