૧ રાજા 16:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તેના સમય દરમિયાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું. તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબિરામ મૃત્યુ પામ્યો અને જ્યારે તેના દરવાજાઓ બેસાડ્યા. ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગુબ મૃત્યુ પામ્યો. યહોવાહ જે વચન નૂનના પુત્ર યહોશુઆની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે થયું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 તેના દિવસોમાં બેથેલી હીએલે યરીખો બાંધ્યું. તેણે તેના જ્યેષ્ઠ પુત્ર અબીરામના ભોગે તેનો પાયો નાખ્યો. અને તેના સૌથી નાના દીકરા સગૂબના ભોગે તેણે તેના દરવાજા ઊભા કર્યા. યહોવા પોતાનું જે વચન નૂનના દીકરા યહોશુઆ મારફતે બોલ્યા હતા, તે પ્રમાણે [થયું]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 તેના અમલ દરમ્યાન બેથેલના હિએલે યરીખો બાંધ્યું. નૂનના પુત્ર યહોશુઆ મારફતે પ્રભુએ ભવિષ્ય ભાખ્યું હતું તેમ હિએલે યરીખોનો પાયો નાખ્યો ત્યારે તેનો જ્યેષ્ઠપુત્ર અબિરામ મરણ પામ્યો અને તેના દરવાજા બાંયા ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગૂબ મરણ પામ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ34 તેના સમય દરમ્યાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું, તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબીરામ મરી ગયો, અને પોતાનો સૌથી નાનો પુત્ર સગૂબ જ્યારે તેના દરવાજાઓ ઊભા કર્યા ત્યારે મરી ગયો. નૂનના પુત્ર યહોશુઆના શબ્દો, કે જે યહોવાની ભવિષ્યવાણી હતી, આ રીતે સાચી પડી. Faic an caibideil |