Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 13:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી તે જ દિવસે ઈશ્વરના ભક્તે ચિહ્ન આપીને કહ્યું, “ઈશ્વરે જે ચિહ્ન આપીને કહ્યું છે: ‘જુઓ, આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે જ દિવસે તેણે ચિહ્‍ન આપીને કહ્યું “યહોવાએ જે ચિહ્‍ન આપ્યું છે તે આ છે: જો, વેદી ફાટી જશે, ને તે પરની રાખ વેરાઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ઈશ્વરભક્તે ચિહ્ન આપતાં કહ્યું, “પ્રભુએ તે માટે આ આશ્ર્વર્યચિહ્ન દર્શાવ્યું છે: આ વેદી ભાંગી જશે અને તેના પરની રાખ વેરાઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અને તે જ વખતે તેણે વધુમાં જણાવ્યું કે, “આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે, યહોવાની આ ભવિષ્યવાણી સાચી પડશે, તે સમયે તું જાણશે કે, મેં જે કહ્યું હતું તે સત્ય હતું.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 13:3
16 Iomraidhean Croise  

જયારે રાજાએ બેથેલની સામેની વેદીથી ઈશ્વરભક્તે પોકારેલી વાણી સાંભળી ત્યારે યરોબામે વેદી પાસેથી પોતાનો હાથ ઈશ્વરભક્ત તરફ લાંબો કરીને કહ્યું, “તેને પકડો.” પણ તેનો જે હાથ તેણે ઈશ્વરભક્ત તરફ લંબાવ્યો હતો તે સુકાઈ ગયો અને તેથી તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ.


પછી હિઝકિયાએ યશાયાને પૂછ્યું, “યહોવાહ મને સાજો કરશે અને હું ત્રીજા દિવસે યહોવાહના ઘરમાં જઈશ, તેનું ચિહ્ન શું?”


ત્યારે મૂસાએ ઈશ્વરને જણાવ્યું, “પ્રભુ હું ઇઝરાયલના લોકોને કહીશ કે યહોવાહે મને મોકલ્યો છે, ત્યારે તેઓ મારા કહેવા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે કે, “યહોવાહે તને દર્શન દીધું નથી.”


પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ પોતાની લાકડી જમીન પર નાખી અને તે સાપ બની ગઈ.


વળી હિઝકિયાએ કહ્યું હતું, “હું યહોવાહના ઘરમાં જઈશ એનું શું ચિહ્ન થશે?”


હું તને આ ચિહ્ન આપીશ એમ યહોવાહ કહે છે, તમારા પર વિપત્તિ લાવવાનાં મારાં વચનો નિશ્ચે કાયમ રહેશે. એ તમે જાણો માટે હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ.


તેથી યહૂદીઓએ તેમને પૂછ્યું કે, ‘તું આ કામો કરે છે, તો અમને કયું ચમત્કારિક ચિહ્ન બતાવીશ?’”


યહૂદીઓ ચમત્કારિક ચિહ્નો માગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે;


ગિદિયોને તેમને કહ્યું, “જો તમે મારી પર કૃપા કરી હોય, તો મને કોઈ ચિહ્ન આપો કે જે મારી સાથે વાત કરે છે તે તમે જ છો.


આ તારા માટે ચિહ્નરૂપ થશે કે જે તારા બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ પર આવશે તેઓ બન્ને એક જ દિવસે મરણ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan