Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 13:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેને માર્ગમાંથી પાછો લઈ આવનાર વૃદ્ધ પ્રબોધકે જયારે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “તે તો ઈશ્વરભક્ત છે, તેણે યહોવાહની આજ્ઞાની અવગણના કરી હતી. તે માટે યહોવાહે તેને સિંહને સોંપ્યો. તેણે તેની પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તે દ્વારા યહોવાહે તેને કહેલા વચન પ્રમાણે થયું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 જે પ્રબોધક એને માર્ગેથી પાછો વાળી લાવ્યો હતો તેણે તે વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “તે ઈશ્વરભક્ત છે, જેણે યહોવાના વચન સામે બંડ કર્યું હતું. માટે યહોવાએ તેને સિંહને સોંપ્યો છે, ને યહોવાએ તેને પોતાનું જે વેણ કહ્યું હતું તે પ્રમાણે એણે તેને ફાડીને મારી નાખ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 વૃદ્ધ સંદેશવાહકે એ સાંભળતાં કહ્યું, “એ તો પ્રભુની આજ્ઞા ઉથાપનાર ઈશ્વરભક્ત છે! પ્રભુએ કહ્યું હતું તેમ તેમણે જ સિંહને તેના પર હુમલો કરી તેને મારી નાખવા મોકલ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 જ્યારે વૃદ્ધ પ્રબોધકે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “એ તો એ જ દેવનો માંણસ છે, કે જેણે યહોવાની આજ્ઞાનો અનાદર કર્યો છે! સિંહ દ્વારા તેને માંરી નંખાવીને યહોવાએ તેને આપેલી ચેતવણી પૂર્ણ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 13:26
11 Iomraidhean Croise  

તેથી હવે તલવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહિ, કેમ કે તેં મને ધિક્કાર્યો છે અને ઉરિયા હિત્તીની પત્નીને પોતાની પત્ની કરી લીધી છે.’


તોપણ આ કૃત્ય કરીને તેં ઈશ્વરનાં વૈરીઓને નિંદાનું કારણ આપ્યું છે, માટે જે સંતાન તારે ત્યાં જનમશે તે નિશ્ચે મરી જશે.”


જે માણસો તે રસ્તેથી પસાર થયા તેઓએ જોયું કે માર્ગમાં મૃતદેહ પડેલો છે અને તેની પાસે સિંહ ઊભો છે. અને તેઓએ નગરમાં એટલે જ્યાં વૃદ્વ પ્રબોધક રહેતો હતો ત્યાં આના વિષે વાત કરી.


પછી તેણે પોતાના પુત્રોને ગધેડા પર જીન બાંધવા માટે કહ્યું અને તેઓએ તે પ્રમાણે કર્યુ.


હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું. હાયિન.


નેકીવાનને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ અને પાપીને પણ તેના કામ પ્રમાણે બદલો મળશે તે કેટલું ખાતરીપૂર્વક છે!


વૃદ્ધ પુરુષોને, યુવાનોને, યુવતીઓને, નાનાં બાળકોને તથા સ્ત્રીઓનો નાશ કરો. પણ જેઓના કપાળ પર ચિહ્ન હોય તેવા કોઈની પાસે જશો નહિ. મારા પવિત્રસ્થાનથી જ શરૂઆત કરો.” તેથી તેઓએ સભાસ્થાન આગળ ઊભેલા વડીલોથી જ શરૂઆત કરી.


પછી મૂસાએ હારુનને કહ્યું, “આ એ જ વાત છે કે જે વિષે યહોવાહે કહ્યું હતું, ‘હું એવા લોકો પર મારી પવિત્રતાને પ્રગટ કરીશ કે જેઓ મારી પાસે આવે છે. હું સર્વ લોકો આગળ મહિમા પામીશ.’ હારુન કંઈ પણ બોલ્યો નહિ.


એ કારણથી તમારામાં ઘણાં અબળ તથા રોગી છે; અને ઘણાંએક ઊંઘે છે.


કેમ કે ન્યાયચૂકાદાનો આરંભ ઈશ્વરના પરિવારમાં થવાનો સમય આવ્યો છે અને જો તેનો પ્રારંભ આપણામાં થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ નથી માનતા તેઓના હાલ કેવાં થશે?


Lean sinn:

Sanasan


Sanasan