Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 13:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ત્યારે યહોવાહના વચનથી ઈશ્વરભક્તે વેદી સામે પોકારીને કહ્યું, “વેદી, વેદી યહોવાહ કહે છે; ‘જુઓ, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક દીકરો જનમશે, તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચસ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે અને લોકો તારા પર માણસનાં હાડકાં બાળશે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 યહોવાના વચનથી તેણે વેદી પાસે પોકારીને કહ્યું, ”હે વેદી! વેદી! યહોવા આમ કહે છે કે, જો, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક પુત્ર જન્મશે; અને તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચસ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે, નર લોકો તારા પર માણસનાં હાડકાં બાળશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુના સંદેશ અનુસાર ઈશ્વરભક્તે વેદીનો તિરસ્કાર કરતાં કહ્યું; “ઓ વેદી, વેદી, પ્રભુ આમ કહે છે: દાવિદના કુટુંબમાં યોશિયા નામે બાળકનો જન્મ થશે. તે તારા પર વિધર્મી વેદીઓના ‘યજ્ઞકારોની ક્તલ કરશે અને તારા પર માણસોનાં હાડકાં બાળશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 અને યહોવાના વચનથી તેણે વેદીને પોકારીને કહ્યું, “વેદી, વેદી આ યહોવાનાં વચન છે; ‘સાંભળ, દાઉદનાં વંશમાં યોશિયા નામે એક બાળક અવતરશે, તે તારી પર બલિદાન ચઢાવશે, પર્વતના શિખર ઉપરની દેરીઓના યાજકો જેઓ અત્યારે તારા પર ધૂપ ચઢાવે છે પરંતુ યોશિયા તારી પર મનુષ્યનાં હાડકાને બાળશે.’”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 13:2
19 Iomraidhean Croise  

કારણ કે, બેથેલની આ વેદી સામે અને સમરુન નગરમાંના ઉચ્ચસ્થાનોની સામે યહોવાહનું જે વચન તેણે પોકાર્યું હતું તે નક્કી પૂરું થશે.”


જ્યારે યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું.


તેના શાસનના આઠમે વર્ષે, એટલે કે જયારે તે માત્ર સોળ વર્ષનો કિશોર હતો, ત્યારે તેણે પોતાના પૂર્વજ દાઉદના ઈશ્વરની શોધ કરવાની શરૂઆત કરી. બારમા વર્ષમાં તેણે ધર્મસ્થાનો, અશેરીમ મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને તોડીફોડી નાખીને યહૂદિયા તથા યરુશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો.


હે આકાશો અને પૃથ્વી સાંભળો; કારણ કે યહોવાહ બોલ્યા છે: “મેં બાળકોને ઉછેરીને મોટાં કર્યાં પણ તેઓએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.


જુઓ, અગાઉની બિનાઓ થઈ ચૂકી છે, હવે હું નવી ઘટનાઓની ખબર આપું છું. તે ઘટનાઓ બન્યા પહેલાં હું તમને તે કહી સંભાળવું છું.”


હું આરંભથી પરિણામ જાહેર કરનાર અને જે થયું નથી તેની ખબર આપનાર છું. હું કહું છું, “મારી યોજના પ્રમાણે થશે અને મારી ઇચ્છા પ્રમાણે હું કરીશ.”


મોટા આવજે પોકાર, કંઈ પણ બાકી ન રાખ, રણશિંગડાની જેમ તારો અવાજ ઊંચો કર, મારા લોકોને તેઓના અપરાધો અને યાકૂબના ઘરનાંને તેઓનાં પાપ કહી સંભળાવો.


યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના સમયમાં એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે યહોવાહનું વચન તેની પાસે આવ્યું,


હે ભૂમિ, ભૂમિ, ભૂમિ! તું યહોવાહનાં વચન સાંભળ. યહોવાહ આ પ્રમાણે કહે છે કે; લખી રાખો કે આ માણસ કોનિયા; નિ:સંતાન મૃત્યુ પામશે.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પર્વતોને ભવિષ્યવાણી કરીને કહે; હે ઇઝરાયલના પર્વતો યહોવાહનું વચન સાંભળો,


માટે, હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાહનું વચન સાંભળો. પર્વતો તથા ઊંચી ટેકરીઓ, ઝરણાં તથા ખીણો, ઉજ્જડ મેદાનો તથા તજી દેવાયેલાં નગરો જે તેઓની આસપાસની પ્રજાઓને લૂંટ તથા હાંસીરૂપ થઈ પડ્યાં છે, તેઓને પ્રભુ યહોવાહ એમ કહે છે,


હું તને પાછો ફેરવીશ અને તારા જડબામાં આંકડી નાખીને તને બહાર ખેંચી કાઢીશ અને તારાં સર્વ સૈન્ય, ઘોડા, ઘોડેસવારો, પૂરા શસ્ત્રસજ્જ, નાનીમોટી ઢાલોથી સજ્જ થયેલો મોટો સમુદાય, જેમાંના બધા હાથમાં તલવારો છે તેઓ,


ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.’”


હે આકાશો, કાન ધરો અને હું બોલીશ. હે પૃથ્વી, તું મારા મુખના શબ્દો સાંભળ.


Lean sinn:

Sanasan


Sanasan