Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 13:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હવે ત્યાં બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો અને તેના પુત્રોમાંના એકે આવીને તેને ઈશ્વરભક્તે બેથેલમાં જે સઘળું કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યું હતું તે સર્વ જણાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હવે બેથેલમાં એક વૃદ્ધ પ્રબોધક રહેતો હતો, અને તેના એક દીકરાએ આવીને તે ઈશ્વરભક્તે તે દિવસે બેથેલમાં જે સર્વ કૃત્યો કર્યા હતાં તે તેને કહી સંભળાવ્યાં. જે શબ્દો તેણે રાજાને કહ્યાં હતાં તે પણ તેણે પોતાના પિતાને કહી સંભળાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 એ વખતે બેથેલમાં એક વૃદ્ધ સંદેશવાહક રહેતો હતો. તેના પુત્રોએ આવીને યહૂદિયાના ઈશ્વરભક્તે બેથેલમાં તે દિવસે જે કર્યું અને તેણે યરોબામને જે કહ્યું હતું તે તેને જણાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 એ વખતે બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો. તેના પુત્રોએ ઘેર જઈને પ્રબોધકે બેથેલમાં જે કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યું હતું તે પોતાના પિતાને જણાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 13:11
13 Iomraidhean Croise  

તેથી ઈશ્વરભક્ત બીજે રસ્તે પાછો ગયો; જે રસ્તે બેથેલ આવ્યો હતો તે રસ્તે પાછો ન ગયો.


તેઓના પિતાએ તેઓને પૂછ્યું, “તે કયા માર્ગે ગયો?” હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વરભક્ત કયા માર્ગે ગયો હતો તે તેના પુત્રોએ તેમને બતાવ્યાં.


જે માણસો તે રસ્તેથી પસાર થયા તેઓએ જોયું કે માર્ગમાં મૃતદેહ પડેલો છે અને તેની પાસે સિંહ ઊભો છે. અને તેઓએ નગરમાં એટલે જ્યાં વૃદ્વ પ્રબોધક રહેતો હતો ત્યાં આના વિષે વાત કરી.


યોશિયાએ કહ્યું, “તેને રહેવા દો. કોઈએ તેનાં હાડકાં ખસેડવા નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં તથા સમરુનથી આવેલા પ્રબોધકોના હાડકાંને રહેવા દીધાં.


ઇઝરાયલના જે પ્રબોધકો યરુશાલેમ વિષે પ્રબોધ કરે છે અને શાંતિ ન હોવા છતાં શાંતિના સંદર્શન જુએ છે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલમાં ભવિષ્યવાણી કરનાર પ્રબોધકો વિરુદ્ધ પ્રબોધ કરીને કહે, જેઓ પોતાના મનમાં કલ્પીને પ્રબોધ કરે છે તેઓને કહે, યહોવાહનું વચન સાંભળો.


તેણે દ્રષ્ટિ કરીને જોયું તો ઇઝરાયલીઓએ પોતાના કુળ પ્રમાણે છાવણી નાખી હતી અને ઈશ્વરનો આત્મા તેના પર આવ્યો.


તે દિવસે ઘણાં મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે દુષ્ટાત્માઓને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં?


કેમ કે જો કોઈ પોતાના ઘરનું યોગ્ય રીતે સંચાલન કરી જાણતો નથી, તો તે ઈશ્વરની મંડળી વિશ્વાસી સમુદાય ની સંભાળ કેવી રીતે રાખશે?


પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો; મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.


જે સર્વ તેને પૂર્વે ઓળખતા હતા તેઓએ જયારે જોયું કે, પ્રબોધકોની સાથે તે પ્રબોધ કરે છે, ત્યારે લોકોએ એકબીજાને કહ્યું, “કીશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ એક પ્રબોધક છે?”


Lean sinn:

Sanasan


Sanasan