Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 12:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી અદોરામ જે લશ્કરી મજૂરોનો ઉપરી હતો, તેને રહાબામ રાજાએ મોકલ્યો, પણ સર્વ ઇઝરાયલે તેને પથ્થરે એવો માર્યો કે તે મરણ પામ્યો. રહાબામ રાજા યરુશાલેમ નાસી જવા માટે ઉતાવળથી પોતાના રથ પર ચઢી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ત્યાર પછી અદોરામ જે લશ્કરી વેઠ કરનારાનો ઉપરી હતો, તેને રહાબામ રાજાએ મોકલ્યો, અને સર્વ ઇઝરાયલે તેને પથ્થરે એવો માર્યો કે તે મરી ગયો. અને રહાબામ રાજા યરુશાલેમ નાસી જવા માટે ઉતાવળથી પોતાના રથ પર ચઢી બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પછી રહાબામ રાજાએ વેઠિયાઓના ઉપરી અદોનીરામને ઇઝરાયલીઓ પાસે મોકલ્યો, પણ તેમણે તેને પથ્થરો મારી મારી નાખ્યો. તેથી રહાબામ ઝટપટ રથમાં ચઢી બેસી યરુશાલેમ નાસી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 રાજા રહાબઆમે વેઠ મજૂરોનું ખાતુ સંભાળતા અદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો, પણ તેઓએ તેને પથ્થરો માંરીને માંરી નાંખ્યો, આથી રાજા રહાબઆમને રથમાં બેસી યરૂશાલેમ ભાગી જવું પડયું.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 12:18
12 Iomraidhean Croise  

અદોરામ વસૂલાતખાતા પર હતો અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.


અહીશાર ઘરનો વહીવટદાર હતો. આબ્દાનો દીકરો અદોનીરામ કોશાધ્યક્ષ હતો.


તે તેઓમાંથી નિયતક્રમ પ્રમાણે દર મહિને દસ હજાર માણસોને લબાનોન મોકલતો હતો. તેઓ એક મહિનો લબાનોનમાં તથા બે મહિના પોતાના ઘરે રહેતા. અદોનીરામ આ લશ્કરનો ઊપરી હતો.


પછી રહાબામ રાજાએ હદોરામ, જે મજૂરોનો ઉપરી હતો અને જુલમથી કામ કરાવતો હતો તેને ઇઝરાયલના લોકો પાસે મોકલ્યો, પણ ઇઝરાયલના લોકોએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તેથી રાજા તેના રથ પર બેસીને ઉતાવળે યરુશાલેમ નાસી ગયો.


પણ તેઓએ તેની વિરુદ્ધમાં કાવતરું કરીને રાજાની આજ્ઞાથી ઈશ્વરના ઘરના ચોકમાં તેને પથ્થરા મારીને મારી નાખ્યો.


આથી મૂસાએ યહોવાહને યાચના કરી, “આ લોકોને માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારી નાખવા તૈયાર થયા છે.”


યોદ્ધાઓમા સૌથી બહાદુર પણ, તે દિવસે શસ્ત્રો મૂકી નાસી જશે.” એવું યહોવાહ જાહેર કરે છે.


પણ સમગ્ર સમાજે કહ્યું કે, તેઓને પથ્થરે મારો. અને મુલાકાતમંડપમાં સર્વ ઇઝરાયલપુત્રોને યહોવાહનું ગૌરવ દેખાયું.


ત્યારે સરદાર સિપાઈઓને સાથે લઈને જબરદસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો; કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે, કદાચ તેઓ અમને પથ્થરે મારે.


Lean sinn:

Sanasan


Sanasan