૧ રાજા 10:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તમારા ઈશ્વર યહોવાહની સ્તુતિ થાઓ, તેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા છે. કેમ કે યહોવાહે ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઇનસાફ કરવા માટે રાજા બનાવ્યા છે!” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ધન્ય હોજો તમારા ઈશ્વર યહોવાને કે જેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા; કેમ કે યહોવાએ ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઈનસાફ કરવા માટે રાજા ઠરાવ્યા.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તમને ઇઝરાયલના રાજા બનાવી પ્રભુ તમારા પર કેવા પ્રસન્ન છે તે તેમણે બતાવ્યું છે. ઇઝરાયલ પ્રત્યેના તેમના અવિરત પ્રેમને કારણે ન્યાય અને નેકી પ્રવર્તાવાને માટે તેમણે તમને તેમના રાજા બનાવ્યા છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ9 તમાંરા દેવ યહોવાની સ્તુતિ થજો, જેણે તમાંરા પર પ્રસન્ન થઈને તમને ઇસ્રાએલની ગાદીએ બેસાડયા! કારણકે ઇસ્રાએલ પર યહોવાને કાયમ પ્રેમ હોવાથી તેણે તમને ઇસ્રાએલમાં ન્યાય અને સત્ય પરાયણતા મેળવવા માંટે ઇસ્રાએલના રાજા બનાવ્યા છે.” Faic an caibideil |