Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:45 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 સાદોક યાજકે તથા નાથાન પ્રબોધકે તેને ગિહોનમાં રાજા તરીકે અભિષેક કર્યો છે અને ત્યાંથી તેઓ એવી રીતે આનંદ કરતા પાછા આવ્યા કે તે નગર ગાજી રહ્યું છે. તમે જે જયપોકારો સાંભળ્યા છે તે એ જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 અને સાદોક યાજકે તથા નાથાન પ્રબોધકે તેને ગિહોનમાં રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. તેઓ ત્યાંથી એવી રીતે ઉત્સવ કરતા પાછા આવ્યા છે કે નગર ગાજી રહ્યું છે. તમે જે શોરબકોર સાંભળ્યો છે તે એ જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

45 અને સાદોક તથા નાથાને તેનો ગિહોનના ઝરણા પાસે રાજા તરીકે અભિષેક કર્યો છે. પછી તેઓ આનંદનો પોકાર કરતાં કરતાં નગરમાં ગયા અને લોકો અત્યારે કોલાહલ કરી રહ્યા છે. તમે હમણાં જે અવાજ સાંભળ્યો તે તેનો જ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 ત્યાં યાજક સાદોકે અને પ્રબોધક નાથાને સુલેમાંનના માંથા પર, તેલ રેડીને તેને રાજા બનાવવા અભિષેક કર્યો છે, તેઓ હમણા જ ગીહોન ઝરણાથી નગરમાં પાછા આવ્યા છે, અને સમગ્ર નગર હષોર્લ્લાસથી ઉત્સવ ઊજવી રહ્યું છે, અત્યારે શહેરમાં ભારે કોલાહલ મચી રહ્યો છે તમે જે સાંભળો છો તે એનો જ અવાજ છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:45
7 Iomraidhean Croise  

પછી સર્વ લોકો તેની પાછળ ગયા અને વાંસળીઓ વગાડતા હતા. અને તેઓએ એવો આનંદ કર્યો કે તેઓના પોકારથી ભૂકંપ થયો.


અને રાજાએ તેની સાથે સાદોક યાજકને, નાથાન પ્રબોધકને, યહોયાદાના દીકરા બનાયાને તથા કરેથીઓ અને પલેથીઓને મોકલ્યા છે. તેઓએ તેને રાજાના ખચ્ચર પર સવારી કરાવી છે.


આથી અહિયાએ જયારે બારણા આગળ તેનાં પગલાંનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે કહ્યું, “અંદર આવ, યરોબામની પત્ની, તું બીજી સ્રી હોવાનો દેખાવ શા માટે કરે છે? હું તને પાછી દુઃખદાયક સમાચાર સાથે મોકલવાનો છું.


લોકોના પોકારો હર્ષના છે કે વિલાપના, તે સમજી શકાતું નહોતું, કારણ કે લોકો હર્ષનાદ સાથે રડતા હતા અને તેઓનો અવાજ ઘણે દૂર સુધી સંભળાતો હતો.


તેણે સ્ત્રીને કહ્યું, “તે કેવો દેખાય છે?’ સ્ત્રીએ જવાબ આપ્યો, ‘એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે; તેણે ઝભ્ભો પહેરેલો છે.” શાઉલે સમજી ગયો કે તે શમુએલ છે, તેણે પોતાનું માથું ભૂમિ સુધી નમાવીને પ્રણામ કર્યા.


જયારે ઈશ્વરના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ મોટેથી પોકાર કર્યો અને પૃથ્વીમાં તેના પડઘા પડ્યા.


Lean sinn:

Sanasan


Sanasan