Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પછી સર્વ લોકો તેની પાછળ ગયા અને વાંસળીઓ વગાડતા હતા. અને તેઓએ એવો આનંદ કર્યો કે તેઓના પોકારથી ભૂકંપ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને સર્વ લોક તેની પાછળ‍ચાલતા હતા, ને લોકો વાંસળીઓ વગાડતા હતા. ને તેઓએ ઉમંગથી એવો હર્ષનાદ કર્યો કે તેઓના પોકારથી ધરતી ફાટી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 પછી ધરતી ધ્રૂજી ઊઠે એવા અવાજે તેઓ સૌ આનંદથી પોકારતા અને વાંસળીઓ વગાડતા તેની પાછળ પાછળ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 પછી બધા લોકો વાંસળી વગાડતા અને ધરતીકંપ કરતા પણ મોટા અવાજે બૂમો પાડતા આનંદ કરતા તેની સાથે ઉપર ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:40
13 Iomraidhean Croise  

સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. પછી તેઓએ રણશિંગડું વગાડ્યું અને સર્વ લોકો બોલી ઊઠ્યા, “સુલેમાન રાજા ઘણું જીવો!”


અદોનિયા તથા તેની સાથેના સર્વ મહેમાનો ભોજન પૂરું કરી રહ્યા ત્યારે તેઓએ તે સાંભળ્યું. જયારે યોઆબે રણશિંગડાંનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું, “શહેરમાં આ ઘોંઘાટ શાનો છે?”


સાદોક યાજકે તથા નાથાન પ્રબોધકે તેને ગિહોનમાં રાજા તરીકે અભિષેક કર્યો છે અને ત્યાંથી તેઓ એવી રીતે આનંદ કરતા પાછા આવ્યા કે તે નગર ગાજી રહ્યું છે. તમે જે જયપોકારો સાંભળ્યા છે તે એ જ છે.


તેણે જોયું તો, જુઓ, રિવાજ પ્રમાણે રાજા તેના પાયાસન પર ઊભો હતો. સરદારો તથા રણશિંગડાં વગાડનારા રાજાની પાસે ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા અને રણશિંગડાં વગાડતા હતા. ત્યારે અથાલ્યાએ પોતાનાં વસ્ત્ર ફાડીને જોરથી બૂમ પાડી, “રાજદ્રોહ! રાજદ્રોહ!”


તેથી દેશના સર્વ લોકોએ આનંદ કર્યો અને નગરમાં શાંતિ થઈ. તેઓએ અથાલ્યાને રાજમહેલમાં તલવારથી મારી નાખી.


યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.


જે સમયે તમે રણશિંગડાંઓ, વાંસળીઓ, વીણાઓ, સિતારો, સારંગીઓ તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો અવાજ તમે સાંભળો તે સમયે તમારે નબૂખાદનેસ્સારે સ્થાપેલી સોનાની મૂર્તિને નમન કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા.


હે સિયોનની દીકરી, મોટા આનંદથી પોકાર કર, હે યરુશાલેમની દીકરી હર્ષનાદ કર. જો, તારો રાજા તારી પાસે ન્યાયીપણા સાથે આવે છે તે તારણ લાવે છે. તે નમ્ર છે અને ગધેડાં પર એટલે ગધેડીના વછેરા પર સવારી કરીને આવે છે.


ઈસુ નજીકમાં જૈતૂન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યાં, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને ઊંચે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે,


પછી સર્વ લોકો ગિલ્ગાલમાં ગયા. અને ત્યાં ઈશ્વરની સમક્ષ શાઉલને રાજા તરીકે નીમ્યો. ત્યાં તેઓએ ઈશ્વરની આગળ શાંત્યર્પણોના યજ્ઞ કર્યા. અને શાઉલે તથા સર્વ ઇઝરાયલી લોકોએ ઘણો આનંદ કર્યો.


જયારે ઈશ્વરના કરારનો કોશ છાવણીમાં આવ્યો, ત્યારે સર્વ ઇઝરાયલીઓએ મોટેથી પોકાર કર્યો અને પૃથ્વીમાં તેના પડઘા પડ્યા.


Lean sinn:

Sanasan


Sanasan