Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ રાજા 1:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પછી બાથશેબાએ રાજાની આગળ જમીન સુધી નીચે નમીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “મારા માલિક દાઉદ રાજા સદા જીવતા રહો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 ત્યારે બાથ-શેબાએ રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને કહ્યું, “મારા મુરબ્બી દાઉદ રાજા સદા જીવતા રહો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 બાથશેબાએ રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં કહ્યું, “હે મારા સ્વામી, મારા રાજા અમર રહો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 ફરીવાર બાથશેબાએ તેની સમક્ષ ભૂમિ પર પડીને રાજાને પ્રણામ કર્યા અને બોલી, “માંરા નામદાર રાજા દાઉદ અમર રહો!”

Faic an caibideil Dèan lethbhreac




૧ રાજા 1:31
14 Iomraidhean Croise  

તેથી શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. દાઉદે કહ્યું, “મફીબોશેથ.” તેણે ઉત્તર આપ્યો કે, “જુઓ હું તમારો ચાકર છું!”


કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ, તથા ઘેટાંનું અર્પણ કર્યું છે અને રાજાએ સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને આમંત્રણ આપ્યું છે. તેઓ તેની આગળ ખાય છે અને પીવે છે અને કહે છે, ‘રાજા અદોનિયા ઘણું જીવો!’”


મેં રાજાને જવાબ આપ્યો, “રાજા, ચિરંજીવ રહો; કારણ કે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યા છે તે ખંડિયર થઈ ગયું છે અને તેના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે હું ઉદાસ થયેલો છું.”


રાજાની આજ્ઞાથી રાજાના બધા સેવકો રાજાના દરવાજે નમસ્કાર કરીને હામાનને માન આપતા, કેમ કે રાજાએ તેના વિષે એવી આજ્ઞા કરી હતી. પરંતુ મોર્દખાય નમસ્કાર કરતો ન હતો. અને માન પણ આપતો ન હતો.


ત્યારે ખાલદીઓએ રાજાને અરામી ભાષામાં કહ્યું, “રાજા, સદા જીવતા રહો! આપના સેવકોને તે સ્વપ્ન કહી સંભળાવો અને અમે તેનો અર્થ બતાવીશું.”


તેઓએ નબૂખાદનેસ્સાર રાજાને કહ્યું, “હે રાજા, સદા જીવતા રહો.”


ત્યારે રાજા તથા તેના અમીર ઉમરાવોએ જે કહ્યું તે રાજમાતાએ સાંભળ્યું અને તે ભોજનગૃહમાં આવી. રાજમાતાએ કહ્યું, “હે રાજા, સદા જીવતો રહે! તારા વિચારોથી ગભરાઈશ નહિ. તારો ચહેરો બદલાઈ ન જાઓ.


ત્યારે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, “હે રાજા, સદા જીવતા રહો.


પછી આ વહીવટદારો તથા સૂબાઓ રાજા પાસે યોજના લઈને આવ્યા. તેઓએ રાજાને કહ્યું, “હે રાજા દાર્યાવેશ, સદા જીવતા રહો!


પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’”


તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.


વળી પૃથ્વી પરના આપણા પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન રહીને જીવીએ નહિ?


તે છોકરો ગયો કે તરત, દાઉદ દક્ષિણ બાજુએથી ઊઠીને આવ્યો, જમીન તરફ મુખ નમાવીને, તેણે ત્રણ વાર પ્રણામ કર્યા. તેઓ એકબીજાને ચુંબન કરીને તથા ભેટીને રડ્યા, દાઉદનું રુદન વધારે હતું.


ત્યાર પછી, દાઉદ પણ ગુફામાંથી બહાર નીકળ્યો, પછી શાઉલને બોલાવ્યો: “હે મારા માલિક રાજા.” જયારે શાઉલે પોતાની પાછળ જોયું, ત્યારે દાઉદે પોતાનું મુખ જમીન તરફ રાખીને સાષ્ટાંગ દડ્વંત પ્રણામ કર્યા અને તેને માન આપ્યું.


Lean sinn:

Sanasan


Sanasan