Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 યોહાન 3:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ઈશ્વરનાં બાળકો તથા શેતાનના છોકરાં ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાયીપણું કરતો નથી, જે પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી, તે ઈશ્વરનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આથી ઈશ્વરનાં છોકરાં તથા શેતાનનાં છોકરાં ઓળખાઈ આવે છે: જે કોઈ ન્યાયીપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી, તે ઈશ્વરનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ઈશ્વરનાં સંતાનો અને શેતાનનાં સંતાનો વચ્ચે આ તફાવત છે: જે કોઈ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તતો નથી અથવા પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી તે ઈશ્વરનું સંતાન નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેથી આપણે જોઈ શકીએ છીએ કે દેવનાં છોકરાં કોણ છે. વળી, આપણે જાણી શકીએ છીએ કે શેતાનનાં છોકરાં કોણ છે જે લોકો સાચુ જે છે તે કરતા નથી તે દેવનાં છોકરાં નથી. અને જે વ્યક્તિ તેના ભાઈને પ્રેમ કરતો નથી. તે પણ દેવનું બાળક નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 યોહાન 3:10
26 Iomraidhean Croise  

આબ્શાલોમે પોતાના ભાઈ આમ્નોનને કશું કહ્યું નહિ, પણ આબ્શાલોમે તેનો તિરસ્કાર કર્યો, કારણ કે તેણે તેની બહેન તામાર ઉપર બળાત્કાર કર્યો હતો.


ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે;


પણ તમે તમારા શત્રુઓ પર પ્રેમ રાખો, અને તેઓનું સારું કરો, પાછું મળવાની ઇચ્છા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરાત્પરના દીકરા થશો; કેમ કે અનુપકારીઓ તથા પાપીઓ પર તેઓ માયાળુ છે.


છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો.


અને એકલા યહૂદી લોકોના માટે નહિ, પણ એ માટે કે ઈશ્વરનાં વિખૂટાં પડેલાં બાળકોને પણ તે એકઠાં કરીને તેઓને એક કરે.


તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.


જે ઈશ્વરનો છે, તે ઈશ્વરનાં શબ્દો સાંભળે છે; તમે ઈશ્વરના નથી, માટે તમે સાંભળતાં નથી.’”


‘અરે સર્વ કપટ તથા સર્વ કાવતરાંથી ભરપૂર, શેતાનના દીકરા અને સર્વ ન્યાયીપણાના શત્રુ, શું પ્રભુના સીધા માર્ગને વાંકા કરવાનું તું મૂકી દઈશ નહિ?’


એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈ અન્ય ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમશાસ્ત્રને પૂરેપૂરું પાળ્યું છે.


એ માટે તમે પ્રભુનાં પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુસરણ કરનારા થાઓ;


પણ એ સઘળાં ઉપરાંત પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે તે તમે પહેરી લો.


આ આજ્ઞાનો મુખ્ય હેતુ પ્રેમ છે કે જે શુદ્ધ હૃદય, સારા અંતઃકરણ તથા ઢોંગ વગરના વિશ્વાસથી છે,


જો તમે જાણો છો કે તેઓ ન્યાયી છે, તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયીપણું કરે છે, તે તેમનાંથી જન્મ્યો છે.


જુઓ, પિતાએ આપણા પર એટલો પ્રેમ રાખ્યો છે કે, આપણે ઈશ્વરના બાળકો કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેમના બાળકો છીએ. તેથી માનવજગત આપણને ઓળખતું નથી, કેમ કે તેમણે તેમને ઓળખ્યા નહિ.


પ્રિયો, હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું.


જે ઈશ્વર પર પ્રેમ રાખે છે, તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે.


આપણે ઈશ્વરના છીએ; જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે; જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી; એથી આપણે સત્યનો આત્મા તથા ભમાવનાર આત્મા વચ્ચેના તફાવતને પારખી શકીએ છીએ.


જે પ્રેમ કરતો નથી, તે ઈશ્વરને ઓળખતો નથી, કેમ કે ઈશ્વર પ્રેમ છે.


આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.


જયારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે એથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો પર પણ પ્રેમ રાખીએ છીએ.


મારા પ્રિય, દુષ્ટતાને નહિ, પણ સારાને અનુસરો. જે સારું કરે છે તે ઈશ્વરનો છે, જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.


Lean sinn:

Sanasan


Sanasan