1 કરિંથીઓ 7:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 એકબીજાથી જુદાં ના પડો, પણ માત્ર પ્રાર્થનામાં રહેવા માટે એકબીજાની સંમતિથી થોડી વાર સુધી જુદાં પડો તો પડો, અને પછી પાછાં એકઠાં રહો, રખેને તમે તમારા વિકારને વશ થયાને લીધે શેતાન તમારું પરીક્ષણ કરે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તેથી તમે એકબીજાને એ અધિકારથી વંચિત રાખશો નહિ. પ્રાર્થનામાં સમય ગાળવા એકબીજાની સંમતિથી અલગ રહો. પણ તે પછી, તમારી વાસનાને લીધે શેતાન તમને પ્રલોભનમાં ન નાખે માટે તમારું દંપતી તરીકેનું સાહજિક જીવન જીવો. Faic an caibideilપવિત્ર બાઈબલ5 એકબીજાને તમારી કાયા સુપ્રત કરવામાં આનાકાની ન કરો. પરંતુ તમે બને અલ્પ સમય માટે શારીરિક નિકટતા ટાળવામાં સંમત થઈ શકો. તમે આમ કરી શકો જેથી કરીને તમે તમારો સમય પ્રાર્થના માટે ફાળવી શકો. પછી ફરીથી એક બનો. જેથી કરીને શેતાન તમારી નબળાઈમાં તમારું પરીક્ષણ ન કરી શકે. Faic an caibideil |