1 કરિંથીઓ 7:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પણ હું તમારા પોતાના હિતને માટે તે કહું છું; કે જેથી તમે સંકટમાં આવી પાડો નહિ, પણ એ માટે કહું છું કે તમે યોગ્ય રીતે ચાલો તથા એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુની સેવા કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 આ હું તમારા પોતાના હિતને માટે કહું છું. તમને બંધનમાં નાખવાને માટે નહિ, પણ તમે યોગ્ય રીતે [ચાલો] તથા એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા કરો [એ માટે કહું છું]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.35 હું તમારા પર કંઈ નિયંત્રણ મૂકવા માગતો નથી. પણ જે સાચું અને યોગ્ય છે તે તમે કરો અને તમે પ્રભુની સેવામાં સંપૂર્ણપણે બિનશરતી સમર્પણ કરો એટલા માટે હું કહું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ35 તમને મદદ કરવાના હેતુથી આ બાબતો હું કહી રહ્યો છું. હું તમને સીમાબદ્ધ કરવા નથી માગતો. પરંતુ તમે યોગ્ય રીતે જીવન જીવો તેમ હું ઈચ્છું છું. અને તમે બીજી કોઈ દુન્યવી બાબતમાં સમય નષ્ટ કર્યા સિવાય તમારી સંપૂર્ણ જાતને પ્રભુને સમર્પિત કરી દો એમ હું ઈચ્છું છું. Faic an caibideil |