Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 5:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પણ હમણાં મેં તમને લખ્યું છે, કે જે આપણો ભાઈ કહેવાય છે, એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વછંદી કે જુલમ કરનારો હોય, તો એવા માણસોની સંગત કરવી નહિ, અને તેની સાથે બેસીને ખાવું પણ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પણ હમણાં હું તમને લખી જણાવું છું કે, જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ અને એવાની સાથે [બેસીને] ખાવું પણ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 પણ મારો લખવાનો અર્થ આ હતો: પોતાને વિશ્વાસી ભાઈ કહેવડાવવા છતાં જે વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદાખોર, દારૂડિયો કે દુષ્ટ છે, તેની સાથે તમારે સંબંધ રાખવો નહિ. આવી વ્યક્તિની સાથે બેસીને ભોજન પણ લેશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 હું તમને તે જણાવવા લખી રહ્યો છું કે તે વ્યક્તિની સાથે તમારે સંકળાવું નહિ જે પોતાને ખ્રિસ્તમાં ભાઈ કહેવડાવે પરંતુ વ્યભિચારનું પાપ કરે, અથવા સ્વાર્થી હોય, અથવા મૂર્તિની ઉપાસના કરે, અથવા લોકો સાથે ખરાબ વાણી ઉચ્ચારે, અથવા છાકટો હોય, અથવા લોકોને છેતરે. આવી વ્યક્તિ સાથે તો ભોજન પણ કરશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 5:11
47 Iomraidhean Croise  

કેમ કે દુષ્ટ લોકો પોતાના અંતઃકરણની ઇચ્છાની તૃપ્તિ થતાં અભિમાન કરે છે; લોભીઓ યહોવાહને ધિક્કારે છે અને તેમની નિંદા કરે છે.


જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેનો હું નાશ કરીશ. જેની દ્રષ્ટિ અભિમાની અને જેનું હૃદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.


તારી મધ્યે લોકોએ લાંચ લઈને લોહી વહેવડાવ્યું છે. તેં તેઓની પાસેથી વ્યાજ તથા નફો લીધા છે, તેં જુલમ કરીને તારા પડોશીને નુકસાન કર્યું છે, મને તું ભૂલી ગયો છે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.


જો તે તેઓનું માન્ય ન રાખે, તો મંડળીને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ માન્ય ન રાખે તો તેને બિનયહૂદીઓ તથા દાણીઓનાં જેવો ગણ.


ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ તમને અફસોસ છે! કેમ કે તમે થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા ભોગવિલાસ ભરેલા છે.


ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તમારી ઉપકારસ્તુતિ કરું છું.


તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.


તે દિવસોમાં પિતરે, આશરે એકસો વીસ વિશ્વાસી લોકોની વચ્ચે ઊભા થઈને કહ્યું કે,


ત્યારે અનાન્યા ચાલ્યો ગયો, અને તેણે ઘરમાં પ્રવેશીને શાઉલ પર હાથ મૂકીને કહ્યું કે, ભાઈ શાઉલ, પ્રભુ, એટલે ઈસુ જે તને માર્ગમાં આવતા દેખાયા, તેમણે તું દેખતો થાય, અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે મને મોકલ્યો છે.


દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ; મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા વાસનામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ.


હવે, હે ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, જે બોધ તમને મળ્યો છે તેથી વિરુદ્ધ જેઓ તમારામાં ફૂટ પાડે છે અને ઠોકરરૂપ થાય છે, તેઓને ધ્યાનમાં રાખીને તમે તેઓનાથી દૂર રહો.


એ માટે, મારા પ્રિયજનો, મૂર્તિપૂજાથી નાસી જાઓ.


કેમ કે ખાવામાં પ્રત્યેક પોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ સ્વછંદી બને છે.


પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે તો તમે તમારામાંથી તે મનુષ્યને દૂર કરો.


ચોરીઓ કરનાર, લોભીઓ, સ્વછંદી, નિંદા કરનારાઓ તથા જુલમથી પૈસા પડાવનારા, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.


પણ અહીં તો ભાઈ પોતાના ભાઈ સામે ફરિયાદ કરે છે; અને તે વળી અવિશ્વાસીઓ સમક્ષ!


શું તમે જાણતા નથી કે અન્યાયીઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ? તમે ભૂલ ન કરો; વળી વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ તથા સજાતીય પુરુષ સંબંધ રાખનારાઓ,


હવે બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું કહું છું કે, જો કોઈ વિશ્વાસી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પતિએ તેનો ત્યાગ કરવો નહિ;


પણ જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો; એવા સંજોગોમાં કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન બંધનમાં નથી; પણ ઈશ્વરે સૌને શાંતિમાં રહેવા સારુ તેડ્યાં છે.


એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય;


કારણ કે યાકૂબની પાસેથી કેટલાક લોકોના આવ્યા પહેલાં, તે બિનયહૂદીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા પછી, સુન્નતીઓથી ડરીને તે ખસી ગયો અને અલગ રહ્યો.


દ્રાક્ષારસ પીને મસ્ત ન થાઓ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ;


કેમ કે તમે સારી રીતે જાણો છો કે, વ્યભિચારી, અશુદ્ધ, દ્રવ્યલોભી, એટલે મૂર્તિપૂજકોને ખ્રિસ્તનાં તથા ઈશ્વરના રાજ્યમાં વારસો નથી.


તે માટે પૃથ્વી પરની તમારી દૈહિક ઇચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, દુષ્ટ ઇચ્છા તથા લોભ કે જે મૂર્તિપૂજા છે, તેઓનો નાશ કરો.


જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.


હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે દરેક ભાઈ આળસથી વર્તે છે, અને અમારાથી પામેલા શિક્ષણ પ્રમાણે વર્તતો નથી, તેનાથી તમે અલગ થાઓ.


દારૂનો વ્યસની નહિ, મારનાર નહિ; પણ સૌમ્ય, શાંતિપ્રિય; પૈસાપ્રેમી નહિ.


અને બુદ્ધિભ્રષ્ટ અને સત્યથી ફરી જનારાં કે જેઓ માટે ભક્તિભાવ કમાઈનું એક સાધન છે તેઓમાં સતત કજિયા થાય છે.


જો કોઈ તમારી પાસે આવે અને તે જ શિક્ષણ ન લાવે, તો તેને ઘરમાં પેસવા ન દો અને તેને ક્ષેમકુશળ ન કહો.


તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલ પુત્રોની આગળ પાપ કરવા શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે.


તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે.


પણ કાયરો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારા સરોવરમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે.”


કૂતરા, તાંત્રિકો, વ્યભિચારીઓ, હત્યારાઓ, મૂર્તિપૂજકો તથા જેઓ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બધા નગરની બહાર છે.


Lean sinn:

Sanasan


Sanasan