1 કરિંથીઓ 14:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મારી ઇચ્છા છે કે, તમે બધા અન્ય ભાષાઓ બોલો, પણ વિશેષ કરીને તમે પ્રબોધ સમજાવો એવી મારી ઇચ્છા છે. કેમ કે અન્ય ભાષાઓ બોલનાર, જો વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે ભાષાંતર કરે નહિ, તો તે કરતાં પ્રબોધ કરનારનું મહત્ત્વ વધારે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 હવે મારી એવી ઇચ્છા છે કે, તમે સર્વ [અન્ય] ભાષાઓ બોલો, પણ તમે પ્રબોધ કરો એ મારી ખાસ ઇચ્છા છે. વળી ભાષાઓ બોલનાર, જો મંડળીની ઉન્નતિ કરવા માટે ભાષાંતર ન કરે, તો તેના કરતાં પ્રબોધ કરનાર ઉત્તમ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તમ સૌ અન્ય ભાષાઓ બોલતા થાઓ એવું હું ઇચ્છું છું તો ખરો, પણ વિશેષે કરીને સૌને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ મળે એમ હું ઇચ્છું છું. કારણ, સમગ્ર મંડળીની ઉન્નતિ માટે અન્ય ભાષાઓનું ભાષાન્તર કરનાર કોઈ ન હોય તો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનારનું મૂલ્ય અન્ય ભાષાઓ બોલનારના કરતાં વિશેષ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તમારા બધામાં વિવિધ ભાષા બોલવાની ક્ષમતા હોય તે મને ગમશે. પરંતુ તમારી પ્રબોધ કરવાની ક્ષમતા મને વધુ ગમશે. પ્રબોધક વિવિધ ભાષી કરતાં વધુ મહાન છે. જે વ્યક્તિ વિવિધ ભાષી છે તે પ્રબોધક જેવો જ છે, જો તે બધી ભાષાઓનું અર્થઘટન કરી શકે, કે જેથી તેનું ઉદબોધન મંડળીઓને મદદરુંપ થાય. Faic an caibideil |