1 કરિંથીઓ 12:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, તે આ પ્રમાણે છે; પ્રથમ પ્રેરિતો, બીજા પ્રબોધકો, ત્રીજા ઉપદેશકો, પછી પરાક્રમી કામો કરનારા, પછી સાજાપણાંના કૃપાદાનો, સહાયકો, વહીવટકર્તાઓ અને વિવિધ ભાષા બોલનારાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 ઈશ્વરે મંડળીમાં કેટલાકને નીમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજાં કરવાનાં કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, [ભિન્ન ભિન્ન] ભાષાઓને. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 ઈશ્વરે બધાને મંડળીમાં જુદા જુદા સ્થાને મૂકેલા છે: પ્રથમ પ્રેષિતો, બીજી હરોળમાં સંદેશવાહકો, ત્રીજી હરોળમાં શિક્ષકો, ત્યાર પછી ચમત્કાર કરનારાઓ, પછી સાજા કરનારાઓ, મદદનીશો, વહીવટર્ક્તાઓ અને અન્ય ભાષાઓ બોલનારાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ28 અને મંડળીમાં દેવે પ્રેરિતોને પ્રથમ સ્થાન, પ્રબોધકોને દ્વિતીય સ્થાન અને તૃતીય સ્થાન ઉપદેશકને આપેલું છે. પછી દેવે જે લોકો ચમત્કારો કરે છે તેઓને માટે પણ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. અને તે જ રીતે જે લોકોની પાસે રોગીઓને સાજા કરવાની ક્ષમતા છે, જે લોકો અન્યને મદદરુંપ થાય છે, જે લોકોમાં અગ્રેસરનો ગુણ છે અને જે લોકો વિવિધ ભાષાઓ બોલે છે તેઓને માટે પણ દેવે કોઈ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. Faic an caibideil |