Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




1 કરિંથીઓ 10:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ના, પણ હું કહું છું કે, વિદેશીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ, પણ દુષ્ટાત્માઓને આપે છે; તમે તેઓનો સંગ ના કરો, એવી મારી ઇચ્છા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ના, પણ [હું કહુ છું કે,] વિધર્મીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ પણ દુષ્ટદેવતાઓને આપે છે અને તમે દુષ્ટદેવતાનો સંગ કરો, એવી મારી ઇચ્છા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 ના, મારો કહેવાનો અર્થ એ છે કે વિધર્મીઓ વેદી પર જે કંઈ અર્પણ ચઢાવે છે તે ઈશ્વરને નહિ, પણ ભૂતોને ચઢાવે છે અને તમે ભૂતોના સહભાગી બનો એવું હું ઇચ્છતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 પરંતુ હું કહું છું કે મૂર્તિને લોકો જે વસ્તુઓનું બલિદાન ચડાવે છે તે તો ભૂતપિશાચોને ચડાવેલું બલિદાન છે, નહિ કે દેવને, અને ભૂતપિશાચો સાથે કોઈ પણ બાબતમાં તમારી ભાગીદારી હું ઈચ્છતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




1 કરિંથીઓ 10:20
10 Iomraidhean Croise  

યરોબામે સભાસ્થાનને માટે, પોતે બનાવેલા વાછરડાની અને બકરાની મૂર્તિની પૂજા માટે, તેઓના સ્થાને અન્ય યાજકો નિયુકત કર્યા.


લોકો બકરાનો મૂર્તિઓને તેઓના અર્પણ ચઢાવવાની ઇચ્છા રાખે નહિ, કેમ કે આ રીતે તેઓ ગણિકાઓ માફક વર્ત્યા છે. ઇઝરાયલીઓ અને તેઓના વંશજો માટે આ હંમેશનો વિધિ થાય.’”


અને તેમને કહ્યું કે, “જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.”


જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય.


પણ પહેલાં જયારે તમે ઈશ્વરને જાણતા નહોતા, ત્યારે જેઓ વાસ્તવમાં દેવો નથી તેઓની સેવા તમે કરતા હતા.


તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલ પુત્રોની આગળ પાપ કરવા શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે.


તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે.


બાકીના જે માણસો તે આફતોથી મારી નંખાયા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી એટલે કે દુષ્ટાત્માઓની, સોનાની, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની તથા સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની ઉપાસના કરવાનો પસ્તાવો કર્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan