૧ કાળવૃત્તાંત 6:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 હારુન તથા તેના દીકરાઓએ પરમપવિત્રસ્થાનને લગતું સઘળું કામ કર્યું. એટલે તેઓએ દહનીયાર્પણની વેદી પર અર્પણો ચઢાવ્યાં. તેઓએ ધૂપવેદી પર ધૂપ બાળ્યું. સર્વ ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, તેઓએ ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે કરતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 પણ હારુન તથા તેના પુત્રો દહનીયાર્પણની વેદી પર તથા ધૂપવેદી પર, પરમપવિત્રસ્થાનના સર્વ કામને માટે, તથા ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા માટે ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે, અર્પણ ચઢાવતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.49 આરોન અને તેના વંશજો ધૂપવેદી પર ધૂપ ચડાવતા અને યજ્ઞવેદી પર સઘળાં અર્પણ ચડાવતા. પરમપવિત્રસ્થાનની સર્વ ઉપાસના અને ઈશ્વર ઈઝરાયલનાં પાપની ક્ષમા કરે તે માટેનાં પ્રાયશ્ર્વિતબલિની બધી જવાબદારી તેમની હતી. ઈશ્વરના સેવક મોશેએ આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ એ બધું કરતા. Faic an caibideilપવિત્ર બાઈબલ49 પણ હારુન તથા તેના વંશજો દહનાર્પણની વેદી પર તથા ધૂપવેદી પર, પરમપવિત્રસ્થાનના સર્વ કામને સારું, તથા ઇસ્રાએલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, દેવના સેવક મૂસાએ જે સર્વ નિયમો અને કાનૂનો આપ્યા હતા તે મુજબ અર્પણ ચઢાવતા હતા. Faic an caibideil |