Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 4:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 આ નામવાર જણાવેલા આગેવાનો, યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં તે પ્રદેશ પર ચઢાઈ કરીને અગાઉ હામના વંશજોનો વસવાટ હતો ત્યાં આવ્યા. મેઉનીમ ત્યાં જ મળી આવ્યા હતા. તેઓએ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો અને ત્યાં રહ્યા કારણ કે તેઓને પોતાના જાનવરો માટે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 આ નામવાર ગણાવેલા પુરુષો યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં આવ્યા, ને ત્યાંના રહેવાસીઓના તંબુઓનો નાશ કર્યો. તથા જે મેઉનીમ ત્યાં મળી આવ્યા તેઓનો જળમૂળથી નાશ કર્યો, ને તેઓની જગાએ પોતે રહ્યા, કેમ કે તેઓનાં ટોળાંને માટે ત્યાં ચારો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

41 હિઝકિયા રાજાના સમયમાં ઉપર જણાવેલ લોકો ગેરાર ગયા અને ત્યાં વસતા લોકોના તંબૂ અને ઝૂંપડાં તોડી પાડયાં. તેમણે ત્યાંના રહેવાસીઓને હાંકી કાઢયા અને પોતે ત્યાં કાયમી વસવાટ કર્યો; કારણ, ત્યાં તેમનાં ઘેટાંને માટે પુષ્કળ ઘાસચારો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 યહૂદિયાના રાજા હિઝિક્યાના સમયમાં આ આગેવાનોએ તે પ્રદેશ પર ચઢાઈ કરી, હામના વંશજોના તંબુઓ અને મકાનોનો નાશ કર્યો, અને તેના વતનીઓને મારી નાખી તેનો કબજો મેળવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 4:41
13 Iomraidhean Croise  

યોથામનો દીકરો આહાઝ હતો. આહાઝનો દીકરો હિઝકિયા હતો. હિઝકિયાનો દીકરો મનાશ્શા હતો.


તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓનાં હતાં. તેમા તેઓનાં વસવાટ હતા અને તેઓએ પોતાની વંશાવળીનો અહેવાલ રાખ્યો હતો.


કેમ કે ઈશ્વર તેમના માટે લડ્યા. તેઓએ ઘણાં શત્રુઓનો સંહાર કર્યો. બંદીવાસ થતાં સુધી તેઓ તેમના દેશમાં રહ્યા.


તેઓએ ઘેટાંપાળકોનાં જાનવર રાખવાના માંડવા તોડી નાખ્યા અને સંખ્યાબંધ ઘેટાં તથા ઊંટો લઈને પછી તેઓ યરુશાલેમ પાછા આવ્યા.


આ પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓ અને તેઓની સાથે કેટલાક મેઉનીઓ યહોશાફાટ સામે લડવા આવ્યા.


ઈશ્વરે તેને પલિસ્તીઓ, ગૂર-બઆલમાં વસતા આરબો અને મેઉનીઓની વિરુદ્ધ સહાય કરી.


તે માટે યહોવાહે જે યોજના અદોમ વિરુદ્ધ કર્યો છે. તે સાંભળો, જે ઇરાદા તેમણે તેમાનના રહેવાસીઓ વિરુદ્ધ કર્યા છે. નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી જવાશે અને તેઓની સાથે તેઓનું રહેઠાણ ઉજ્જડ કરી નંખાશે.


તેમણે માણસોની સર્વ દેશજાતિઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા સારુ એકમાંથી ઉત્પન્ન કરી, તેણે તેઓને સારુ નીમેલા સમય તથા તેઓના નિવાસની સીમાઓ ઠરાવી આપી.


અને સિદોનીઓથી પણ બચાવ્યા ન હતા? અમાલેકીઓએ તથા માઓનીઓએ તમારા પર જુલમ કર્યો અને તમે મારી આગળ પોકાર કર્યો અને મેં તમને તેઓના હાથમાંથી છોડાવ્યાં હતા.


Lean sinn:

Sanasan


Sanasan