૧ કાળવૃત્તાંત 28:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 માટે હવે ઈશ્વરની પ્રજા એટલે સર્વ ઇઝરાયલના જોતાં તથા આપણા ઈશ્વરના સાંભળતાં કહું છું કે, તમે પોતાના ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કે તમે આ સારા દેશનું વતન ભોગવો અને તમારાં બાળકોને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 માટે હવે યહોવાની પ્રજાના, એટલે સર્વ ઇઝરાયલના જોતાં તથા આપણા ઈશ્વરનાં સાંભળતાં [કહું છું કે,] તમે પોતાના ઈશ્વર યહોવાની સર્વ આજ્ઞાઓ પાળો તથા તે પર ધ્યાન રાખો, કે તમે આ સારા દેશનું વતન ભોગવો, ને તમારા પછી તમારાં છોકરાંઓને માટે સદાને માટે તેનો વારસો મૂકી જાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 “તેથી હે મારા પ્રજાજનો, આપણા ઈશ્વરનાં સાંભળતાં પ્રભુના લોક એટલે ઇઝરાયલના સમસ્ત જનસમુદાયની સમક્ષ ફરમાવું છું કે આપણા ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ ખંતથી પાળો; જેથી આ ફળદ્રુપ દેશનો કબજો તમારા હસ્તક રહે અને આવનાર પેઢીઓ માટે તે વારસામાં મૂક્તા જાઓ.” Faic an caibideilપવિત્ર બાઈબલ8 ત્યારબાદ દાઉદે સુલેમાન તરફ ફરીને કહ્યું, “આથી હવે આખા ઇસ્રાએલની, એટલે કે યહોવાના સમાજની સમક્ષ અને યહોવાની સમક્ષ હું તમને સૌને તમારા દેવ યહોવાની આજ્ઞાઓનો અભ્યાસ કરવાનું અને અનુસરવાનું જણાવું છું. જેથી તમે આ સમૃદ્ધ ભૂમિના માલિક રહો અને તમારા પછી તમારા વંશજોને એ કાયમ માટે વારસામાં આપી જઇ શકો. Faic an caibideil |
“વળી મારા પુત્ર સુલેમાનને જણાવું છું કે, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ અને સંપૂર્ણ અંત: કરણથી અને રાજીખુશીથી તેમની સેવા કર, ઈશ્વર સર્વનાં અંત: કરણો તપાસે છે, અને તેઓના વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને પ્રાપ્ત કરશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તેઓ તને સદાને માટે તજી દેશે.