૧ કાળવૃત્તાંત 28:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ઈશ્વરના ભક્તિસ્થાનનાં આંગણાને માટે ચારે તરફના સર્વ ઓરડાઓને યહોવાહના ભક્તિસ્થાનનાં ભંડારો માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ ઈશ્વરના આત્માએ તેના મનમાં નાખ્યું હતું તે સર્વ વિગતો એ નકશામાં દર્શાવેલી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 યહોવાના મંદિરના આંગણાને માટે, ચારે તરફના સર્વ ઓરડાઓને માટે, ઈશ્વરના મંદિરના ભંડારોને માટે તથા અર્પિત વસ્તુઓના ભંડારોને માટે જે કંઈ તેના મનમાં હતું તે સર્વનો નકશો તેણે તેને [આપ્યો.] Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 વળી, તેણે પોતાના મનમાં હતું તે પ્રમાણે પ્રભુના મંદિરના ચોક, તેની ચારે બાજુના ખંડો અને મંદિરની સાધનસામગ્રી અને પ્રભુને અર્પિત ભેટોના ભંડારો વિષે બધું જણાવ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ12 યહોવાના મંદિરનું પ્રાગણ બહારની ઓરડીઓ, દેવના મંદિરના ભંડારો અને લોકો જે ભેટો અર્પણ કરે તે રાખવાના કોઠારનો નકશો આપ્યો. Faic an caibideil |