૧ કાળવૃત્તાંત 27:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેથ નિમાયેલો હતો. સીમમાંના નગરોમાંના, ગામોમાંના અને કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝિયાનો પુત્ર યોનાથાન નિમાયેલો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેશ નિમાયેલો હતો. સીમમાંના, નગરોમાંના, ગામોમાંના તથા કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝઝિયાનો પુત્ર યહોનાથાન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25-31 રાજ્યની મિલક્ત પર નિમાયેલા વહીવટદારોની યાદી આ પ્રમાણે છે: રાજ્યના ભંડારો પર અદિયેલનો પુત્ર અઝમાવેથ વહીવટદાર હતો. સીમ, ગામ અને કિલ્લાના સ્થાનિક ભંડારો પર ઉઝિયાનો પુત્ર યોનાથાન હતો. ખેતમજૂરો પર કલુબનો પુત્ર એઝરી હતો. દ્રાક્ષાવાડીઓ પર સમા નગરનો શિમઈ હતો. દ્રાક્ષારસ અને દ્રાક્ષપેદાશના કોઠારો પર શેફામનો ઝાલ્દી હતો. પશ્ર્વિમની ટેકરીઓ પર ઓલિવ અને ગુલ્લરનાં વૃક્ષો માટે ગેદેર નગરનો બાલ-હનાન હતો. ઓલિવ તેલ ભંડારો પર યોઆશ હતો. શારોનના મેદાનનાં પશુધન માટે શારોનનો શિર્ના હતો. ખીણપ્રદેશના પશુધન માટે આદલાઈનો પુત્ર શાફાટ હતો. ઊંટો માટે ઓબિલ ઈશ્માએલી હતો. ગધેડાં માટે મહેનોથનો યહેદિયા હતો. ઘેટાંબકરાં માટે યાઝીઝ હાગ્રી હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ25 અદીયેલનો પુત્ર અઝમાવેથ રાજાનો કોઠાર સંભાળતો હતો. ઉઝિઝયાનો પુત્ર યોનાથાન જિલ્લાનાં નગરોના, ગામડાંના અને કિલ્લાઓના ભંડાર સંભાળતો હતો. Faic an caibideil |