૧ કાળવૃત્તાંત 25:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 દાઉદે અને સૈન્યના અમલદારોએ સેવાને માટે આસાફના, હેમાનના અને યદૂથૂનના પુત્રોમાંથી કેટલાકને વીણા, સિતાર અને ઝાંઝ વડે સ્તોત્ર ગાવા સારુ જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે ફરજ બજાવનારાઓની યાદી આ મુજબ છે: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 વળી દાઉદે તથા સૈન્યના સરદારોએ સેવાને માટે આસાફના, હેમાનના તથા યદૂથૂનના પુત્રોમાંથી કેટલાક ને વીણા, સિતાર તથા ઝાંઝો વડે સ્તોત્ર ગાવા માટે જુદા કર્યા. તેઓને સોંપેલી સેવા પ્રમાણે કામ કરનારાઓની ગણતરી આ પ્રમાણે હતી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 દાવિદ તથા તેના સેનાધિકારીઓએ સેવાના કામને માટે આસાફ, હેમાન અને યદૂથુનનાં ગોત્રોને નીમ્યાં. તેમણે વીણા, સિતાર તથા ઝાંઝ વગાડતાં વગાડતાં સ્તોત્ર ગાવાનાં હતાં. સોંપેલી સેવાના પ્રકાર પ્રમાણે તેમની યાદી આ પ્રમાણે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ1 દાઉદે અને તેના મુખ્ય અમલદારોએ આસાફના, હેમાનના અને યદૂથૂનના કુટુંબને સેવા માટે નિમ્યા. તેમને સિતાર વીણા અને ઝાંઝ વગાડતાં વગાડતાં ભવિષ્યવાણી કરવાની હતી. તેમના નામો તથા એમની સેવાના પ્રકાર નીચે પ્રમાણે છે: Faic an caibideil |
અને તેણે જોયું કે રાજા સ્તંભ પાસે દરવાજા આગળ ઊભો હતો. તેની પાસે લશ્કરી અધિકારીઓ અને રણશિંગડાં વગાડનારાઓ ઊભા હતા. દેશના બધા લોકો આનંદ કરતા હતા અને રણશિંગડાં વગાડતા હતા. ગાયકો વાજિંત્રો સાથે ગીતો ગાઈને ઈશ્વરની સ્તુતિ કરતા હતા. તે જોઈને અથાલ્યાએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને તેણે મોટે સાદે બૂમ પાડી, “રાજદ્રોહ, રાજદ્રોહ!”