૧ કાળવૃત્તાંત 21:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 દાઉદે ઊંચે નજર કરીને જોયું તો, યહોવાહનો દૂત, આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી તલવાર લઈને, યરુશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. પછી દાઉદ અને વડીલોએ, ટાટ પહેરી, ભૂમિ પર લાંબા થઈ પ્રણામ કર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 દાઉદે ઊંચી નજર કરી તો પૃથ્વી પર તથા આકાશની વચમાં યહોવાના દૂતને ઊભેલો જોયો, ને યરુશાલેમ ઉપર તેના લંબાવેલા હાથમાં ખુલ્લી તરવાર હતી. ત્યારે દાઉદે તથા વડીલોએ ટાટ પહેરીને જમીન પર લાંબા થઈને તેને દંડવત કર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 દાવિદે નજર ઊંચી કરીને જોયું તો પ્રભુનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઊભો હતો; તેના હાથમાં યરુશાલેમ પર ઉગામેલી ઉઘાડી તલવાર હતી. હવે દાવિદે અને લોકોના આગેવાનોએ અળસીરેસાનાં વસ્ત્ર પહેરેલાં હતાં. તેમણે પ્રભુના દૂતને ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ16 દાઉદે પર નજર કરીને જોયું તો યહોવાનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી ખેંચેલી તરવાર લઇને યરૂશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. કંતાન પહેરેલા દાઉદ અને વડીલોએ ભૂમિ પર લાંબા થઇને પ્રણામ કર્યા. Faic an caibideil |