૧ કાળવૃત્તાંત 21:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ત્રણ વર્ષ દુકાળ પડે અથવા ત્રણ મહિના સુધી તારા શત્રુઓ તારો પીછો કરે અને તેઓની તલવારથી તને પકડી પાડે અથવા ત્રણ દિવસ સુધી દેશમાં યહોવાહની તલવારરૂપી મરકી ચાલે એટલે યહોવાહનો દૂત ઇઝરાયલના આખા પ્રદેશમાં વિનાશ કરતો ફરે.’ તો હવે, મને મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તું નિર્ણય કર.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ત્રણ વર્ષ દુકાલ પડે; અથવા તારા શત્રુઓની તરવાર તારા પર આવી પડવાથી તેઓના હાથે ત્રણ મહિના સુધી તારા લોકોનો ક્ષય થાય; અથવા તો ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર, એટલે દેશમાં મરકી ચાલે, તથા ઇઝરાયલના આખા પ્રદેશમાં યહોવાનો દૂત વિનાશ કરતો ફરે. માટે હવે મારા મોકલનારને મારે શો જવાબ આપવો તે વિષે તમે વિચાર કરો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 ત્રણ વર્ષ સુધી દુકાળ પડે, ત્રણ મહિના સુધી દુશ્મનો તરવાર લઈને તમારો પીછો કરી તમને રંજાડે કે ત્રણ દિવસ સુધી પ્રભુ તમારા પર તલવાર લઈ ત્રાટકે અને તમારા દેશમાં રોગચાળો મોકલે અને પ્રભુનો દૂત આખા ઇઝરાયલમાં વિનાશ ફેલાવે?’ પ્રભુને મારે શો જવાબ આપવો?” Faic an caibideilપવિત્ર બાઈબલ12 ત્રણ વરસનો દુકાળ પડે. અથવા ત્રણ મહિના સુધી દુશ્મનો તરવાર લઇને તારો પીછો પકડી તને હેરાન કરે, અથવા ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર કામે લાગે, સમગ્ર દેશમાં રોગચાળો ફાટી નીકળે અને યહોવાનો દૂત આખા ઇસ્રાએલમાં વિનાશ કરતો ફરે.’ હવે તું વિચાર કરીને કહે, કે મને મોકલનાર માટે શો જવાબ આપવો.” Faic an caibideil |