૧ કાળવૃત્તાંત 18:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ત્યારે તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદ પાસે સોનું, ચાંદી અને પિત્તળનાં વાસણો લઈને તેને સન્માનવા અને હદાદેઝેરને યુદ્ધમાં હરાવવા બદલ ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ કે, હદાદેઝેરને તોઉ સાથે યુદ્ધ ચાલ્યા કરતું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્યારે તેણે પોતાના પુત્ર હદોરામને સોનારૂપા તથા પિત્તળનાં સર્વ જાતનાં વાસણો લઈને દાઉદ રાજાની પાસે તેને પ્રણામ કરવા તથા તેને ધન્યવાદ આપવા માટે મોકલ્યો; કેમ કે હદારએઝેરને તોઉની સાથે વિગ્રહ ચાલતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તેથી તેણે પોતાના પુત્ર હદોરામને દાવિદને શુભેચ્છા પાઠવવા તેમ જ હદાદેઝેર પર મેળવેલા વિજય માટે દાવિદને અભિનંદન આપવા મોકલ્યો. તોઉ અને હદાદેઝેર વચ્ચે વિગ્રહ ચાલતો હતો. હદોરામ દાવિદ માટે સોનું, રૂપું અને તાંબાનાં વિવિધ પાત્રોની ભેટો લાવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદને સત્કાર કરવા અને હદારએઝેરને યુદ્ધમાં હરાવવા માટે ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ, હદારએઝેરને તોઉ સાથે વિગ્રહ ચાલ્યાં કરતો હતો. હદોરામ પોતાની સાથે સોના-ચાંદી અને કાંસાના વાસણો લઇ ગયો હતો. Faic an caibideil |
જયારે શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ વિષે સાંભળ્યું ત્યારે તે તેની કસોટી કરવા માટે અટકટા પ્રશ્નો લઈને યરુશાલેમ આવી. તે મોટા રસાલા સહિત પોતાની સાથે સુગંધીઓથી લાદેલાં ઊંટો, પુષ્કળ સોનું, મૂલ્યવાન રત્નો લઈને યરુશાલેમમાં આવી. જયારે તે સુલેમાન પાસે આવી, ત્યારે તેણે પોતાના અંત:કરણમાં જે કંઈ હતું તે સર્વ તેને કહ્યું.