૧ કાળવૃત્તાંત 16:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહોવાહના કોશની આગળ સેવા કરવા તથા ઇઝરાયલના ઈશ્વર યહોવાહનાં ગીત ગાવા, આભાર માનવા, સ્તુતિ કરવા તથા તેમની સંમુખ ઉજવણી કરવા માટે દાઉદે કેટલાક લેવીઓને નીમ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવાના કોશની આગળ સેવા કરવા માટે તથા ઈઝરાયલના ઈશ્વર યહોવાના સંભારણાના ગીત ગાવા, તેમનો આભાર માનવા તથા તેમની સ્તુતી કરવા માટે કેટલાક લેવીઓને તેણે નીચે પ્રમાણે નીમ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પ્રાર્થના કરવા, કીર્તન ગાવા અને સ્તુતિ કરવા અને એમ પ્રભુની કરારપેટીની આગળ ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની આરાધના કરવા દાવિદે કેટલાક લેવીઓને નીમ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ4 યહોવાના કોશ સમક્ષ સેવા કરવા, યાજક તરીકે ઇસ્રાએલના યહોવા દેવની સેવા કરવા, લોકોને તેના વિષે યાદ દેવડાવવા માટે અને તેની સતત આભારસ્તુતિ કરવા; દાઉદે કેટલાંક લેવીઓને નિમ્યા. Faic an caibideil |
અને એમ થયું કે રણશિંગડાં વગાડનારા તથા ગાનારાઓએ ઈશ્વરની સ્તુતિ કરવા તથા આભાર માનવા ઊંચે સ્વરે એક સરખો અવાજ કર્યો. તેઓએ ઈશ્વરની સ્તુતિ કરવા રણશિંગડાં, ઝાંઝ અને બીજા વાજિંત્રો સહિત ઊંચા સ્વરે સ્તુતિ કરી. તેઓએ ગાયું, “તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ ટકે છે.” પછી ઈશ્વરનું સભાસ્થાન વાદળ સ્વરૂપે ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું.