૧ કાળવૃત્તાંત 14:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેથી દાઉદ અને તેના માણસો, બાલ-પરાસીમ આગળ આવ્યા અને ત્યાં દાઉદે તેમને હરાવ્યા. દાઉદે કહ્યું; “જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ ઈશ્વરે મારા દુશ્મનોનો સંહાર કર્યો છે.” તેથી તે જગ્યાનું નામ બાલ-પરાસીમ રાખવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 આ પ્રમાણે તેઓની સવારી “બાલ-પરાસીમ સુધી આવી પહોંચી, એટલે દાઉદે ત્યાં તેઓને હરાવીને નસાડ્યા. દાઉદે કહ્યું, “જેમ પાણીના જોરથી પાળ તૂટી પડે છે તેમ યહોવાએ મારી આગળ મારા શત્રુઓનો સંહાર કર્યો છે.” એ માટે તેઓએ તે જગાનું નામ બાલ-પરાસીમ પાડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તેથી દાવિદે બઆલ-પરાસીમ પાસે તેમના પર હુમલો કરી તેમને હરાવ્યા. તેણે કહ્યું, “પૂરનાં પાણી પાળ તોડી પાડે તેમ ઈશ્વરે મારા દ્વારા શત્રુના સૈન્યનો સંહાર કર્યો છે.” તેથી તે સ્થળનું નામ બઆલ-પરાસીમ (તોડી પાડનાર પ્રભુ) પાડયું. Faic an caibideilપવિત્ર બાઈબલ11 આથી દાઉદે બઆલ-પરાસીમ આગળ તેમના પર હુમલો કરી તેમને હરાવ્યા. દાઉદે કહ્યું, “જેવી રીતે પાણી ભંગાણ પાડે તેમ દેવે મારા દુશ્મનોમાં ભંગાણ પાડ્યું છે” તેથી તે જગ્યાનું નામ “બઆલ-પરાસીમ” રાખવામાં આવ્યું. Faic an caibideil |