૧ કાળવૃત્તાંત 12:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 વળી જયારે દાઉદ પલિસ્તીઓની સાથે શાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશ્શામાંના પણ કેટલાક તેના પક્ષમાં આવ્યા, પણ તેઓએ પલિસ્તીઓની સહાય કરી નહિ, કેમ કે પલિસ્તીઓના સરદારોએ અંદરોઅંદર સલાહ કરીને દાઉદને વિદાય કર્યો. તેઓએ કહ્યું, “પોતાના માલિક શાઉલની તરફ ફરી જઈને તે અમારા શિર જોખમમાં નાખશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 વળી જ્યારે પલિસ્તીઓની સાથે તે શાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશ્શામાંના પણ કેટલાએક ફૂટીને દાઉદના પક્ષમાં આવ્યા, પણ તેઓએ પલિસ્તીઓને સહાય કરી નહિ, કેમ કે તેઓના સરદારોએ અંદર અંદર મસલત કર્યા પછી એમ કહીને તેને વિદાય કર્યો, “તે પોતાના ધણી શાઉલની તરફ ફરી જઈને અમારા શિર જોખમમાં નાખશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 શાઉલ રાજા સામે લડવાને દાવિદ પલિસ્તીઓ સાથે ગયો ત્યારે મનાશ્શાકુળના કેટલાક માણસો દાવિદના પક્ષમાં ભળી ગયા. વાસ્તવમાં, તેણે પલિસ્તીઓને મદદ કરી નહોતી; કારણ, પલિસ્તીઓના રાજવીઓને ડર હતો કે દાવિદ તેના અગાઉના માલિક શાઉલ તરફ ફરી જઈ તેમને દગો કરે તો તેમનાં શિર જોખમમાં મૂક્ય. તેથી તેમણે તેને પાછો સિકલાગ મોકલી દીધો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ19 દાઉદ જ્યારે શાઉલ સાથે લડવા પલિસ્તીઓ ભેગો જતો હતો ત્યારે મનાશ્શાના કુલસમૂહના કેટલાક માણસો ફૂટી જઇને તેની સાથે મળી ગયા હતા. જો કે દાઉદે પલિસ્તીઓને ખરેખર મદદ કરી નહોતી; ખુદ તેમના રાજવીઓએ નિર્ણય કર્યા પછી એવું કહીને તેને જાકારો દીધો હતો કે, “જો એ ફૂટીને પોતાના ધણી શાઉલને મળી ગયો તો આપણા મસ્તક જશે.” Faic an caibideil |