૧ કાળવૃત્તાંત 12:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 ત્યારે ત્રીસમાંના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો. અમાસાયે કહ્યું, “દાઉદ, અમે તારા છીએ. યિશાઈના દીકરા અમે તારે પક્ષે છીએ. તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, જેઓ તમને મદદ કરે છે તેમને શાંતિ થાઓ. કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે.” ત્યારે દાઉદ તેઓનો અંગીકાર કર્યો અને તેઓને લશ્કરી જૂથોના સરદારો તરીકે નીમ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ત્યારે ત્રીસમાંના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો. [તેણે કહ્યું કે,] “હે દાઉદ, અમે તમારા માણસો છીએ, હે યિશાઈના પુત્ર, અમે તમારી પડખે છીએ. તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, તમારા સહાયકોને શાંતિ થાઓ; કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે.” ત્યારે દાઉદે તેઓનો અંગીકાર કર્યો, ને તેઓને ટોળીઓના સરદારો બનાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 ઈશ્વરના આત્માએ દાવિદના ત્રીસ શૂરવીરોના ઉપરી અમાસાયનો કબજો લીધો અને તે બોલી ઊઠયો, “હે દાવિદ, અમે તારા છીએ! હે યિશાઇપુત્ર, અમે તારે પક્ષે છીએ. તારો જય હો! તારા સાથીદારોનો જય હો! ઈશ્વર તારી સહાય કરનાર છે!” દાવિદે તેમનો સ્વીકાર કર્યો અને તેમને લશ્કરમાં અધિકારીઓ બનાવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ18 તે જ વખતે દેવના આત્માએ “ત્રીસ વીરો” ના નાયક અમાસાયમાં પ્રવેશ કર્યો અને તે બોલી ઊઠયો: “હે દાઉદ, અમે તમારા પક્ષે છીએ, હે યશાઇ પુત્ર, અમે તારી સાથે છીએ, તારો જય હો! તારા સાથીઓનો જય હો! દેવ તારી સહાયમાં છે!” દાઉદે તેમને આવકાર આપ્યો અને તેમને પોતાની ટૂકડીઓના નાયક બનાવ્યા. Faic an caibideil |
જ્યારે યેહૂ ત્યાંથી વિદાય થયો, ત્યારે તેને મળવા આવતા રેખાબના દીકરા યહોનાદાબને તે મળ્યો. યેહૂએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હૃદય તારા પ્રત્યે શુદ્ધ છે તેમ શું તારું હૃદય મારા પ્રત્યે શુદ્ધ છે?” યહોનાદાબે કહ્યું, “હા છે.” પછી યેહૂએ કહ્યું, “જો તેમ છે તો તારો હાથ મને આપ.” અને યહોનાદાબે તેને પોતાનો હાથ આપ્યો યેહૂએ તેને પોતાની પાસે રથમાં ખેંચી લીધો.