Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 10:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જયારે ખીણમાં ઇઝરાયલના જે માણસો હતા તે સર્વએ જોયું કે તેઓ નાસી ગયા છે અને શાઉલ તથા તેના દીકરાઓ માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો મૂકીને નાસી ગયા. પછી પલિસ્તીઓ ત્યાં આવીને તે નગરોમાં રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ખીણમાં ઇઝરાયલના જે માણસો હતા તે સર્વએ જોયું કે તેઓ નાઠા છે, ને શાઉલ તથા તેના પુત્રો માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો તજી દઈને નાસી ગયા. અને પલિસ્તીઓ આવીને તે [નગરો] માં રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 યિઝયેલની ખીણમાં વસતા ઇઝરાયેલીઓ સાંભળ્યું કે તેમનું સૈન્ય ભાગીએ છૂટયું છે અને શાઉલ તથા તેના પુત્રો માર્યા ગયા છે, ત્યારે તેઓ પોતાનાં નગરો છોડી નાસી છૂટયા. પછી પલિસ્તીઓ આવીને એ નગરોમાં વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ખીણમાં વસતા સર્વ ઇસ્રાએલીઓએ જ્યારે જોયું કે ઇસ્રાએલી સેના ભાગી ગઇ છે અને શાઉલ અને તેના પુત્રો મૃત્યુ પામ્યા છે, ત્યારે તેઓ પોતાનાં ગામો છોડીને ચાલ્યા ગયા. પછી પલિસ્તીઓએ આવીને તેમાં વસવાટ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 10:7
9 Iomraidhean Croise  

એમ શાઉલ તથા તેના ત્રણ દીકરાઓ મરણ પામ્યા; એમ તેના ઘરના સભ્યો એકસાથે મરણ પામ્યા.


તેને બીજે દિવસે એમ થયું કે, પલિસ્તીઓ ઘાયલ થયેલાઓને લૂંટવા સારુ ધસી આવ્યા, ત્યારે શાઉલ તથા તેના દીકરાઓના દેહ ગિલ્બોઆ પર્વત પર પડેલા તેઓના જોવામાં આવ્યા.


હું તમારા નગરોને વેરાન ખંડેર બનાવી દઈશ. તમારા પવિત્ર સ્થાનોનો વિનાશ કરીશ અને તમારા સુવાસિત અર્પણોનો અસ્વીકાર કરીશ.


જે લોકો તમારામાંથી બચી જઈને શત્રુઓના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે અને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ઢળી પડશે.


જે દેશજાતિઓને તમે ઓળખતા નથી તે તમારી ભૂમિનું ફળ તથા તમારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે; અને તમે સર્વદા ફક્ત જુલમ જ વેઠ્યા કરશો તથા કચરી નંખાશો.


તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતાં વધારે અને વધારે ઉચ્ચ થશે, પણ તમે વધારે અને વધારે નિમ્ન થતાં જશો.


મિદ્યાનનો હાથ ઇઝરાયલ વિરુદ્ધ પ્રબળ થયો. મિદ્યાનીઓને લીધે ઇઝરાયલના લોકોએ પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ગઢો છે તે પોતાને માટે બનાવ્યાં.


જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે તેઓ પોતે સંકટમાં આવી પડ્યા છે કેમ કે લોકો દુઃખી હતા, ત્યારે તેઓ ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કૂવાઓમાં, ખાડાઓમાં સંતાઈ ગયા.


જયારે ખીણની સામી બાજુના ઇઝરાયલી માણસો તથા યર્દનની સામેની કિનારીના લોકોએ તે જોયું કે ઇઝરાયલના માણસો નાસવા માંડ્યા છે. અને શાઉલ તથા તેના દીકરાઓ મરણ પામ્યા છે, ત્યારે તેઓ નગરો છોડીને નાસી ગયા. અને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા.


Lean sinn:

Sanasan


Sanasan