Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સફાન્યા 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 “માટે, ” યહોવા કહે છે, “હું નાશ કરવાને ઊભો થાઉં તે દિવસ સુધી તમે મારી રાહ જુઓ; કેમ કે પ્રજાઓને એકત્ર કરવાનો મેં નિર્ણય કર્યો છે, જેથી હું રાજ્યોને ભેગાં કરીને મારો સર્વ ક્રોધ, હા, મારો સર્વ સખત કોપ તેમના પર રેડું; કેમ કે આખી પૃથ્વી મારા આવેશના અગ્નિથી ભસ્મ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પ્રભુ કહે છે, “થોભો અને હું પ્રજાઓને દોષિત ઠરાવવાનો છું એ દિવસની રાહ જુઓ. મારા કોપની ભયંકરતાનો અનુભવ કરાવવા માટે મેં પ્રજાઓ અને રાજ્યોને એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. સમસ્ત પૃથ્વી મારા કોપાગ્નિથી બળીને ભસ્મ થઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 માટે યહોવાહ કહે છે, મારી રાહ જુઓ” હું નાશ કરવા ઊભો થાઉં તે દિવસ સુધી રાહ જુઓ. કેમ કે મારો નિર્ણય પ્રજાઓને એકત્ર તથા રાજ્યોને ભેગા કરીને, તેઓના પર મારો બધો રોષ અને પ્રચંડ ક્રોધ વરસાવવાનો છે. જેથી આખી પૃથ્વી મારી ઈર્ષ્યાના અગ્નિથી નાશ પામે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહોવા કહે છે, “મારી પ્રતિક્ષા કરો, હું પ્રજાઓ પર આરોપ મૂકવા ઊભો થાઉં તે દિવસની રાહ જુઓ, કારણ કે પ્રજાઓને અને રાજ્યોને એકઠાં કરીને તેમના પર મારો બધો ગુસ્સો અને સંતાપ વરસાવવાનો મેં નિર્ધાર કર્યો છે. મારા માત્ર ક્રોધને લીધે પૃથ્વી ખાખ થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




સફાન્યા 3:8
39 Iomraidhean Croise  

યહોવા કહે છે, “ગરીબોને લૂંટયાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે હું હવે ઊઠીશ; અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”


જુઓ, જેમ દાસોની આંખો પોતાના શેઠોના હાથ તરફ, અને જેમ દાસીની આંખો પોતાની શેઠાણીના હાથ તરફ [તાકેલી રહે છે]. તેમ અમારા ઈશ્વર યહોવાની અમારા ઉપર દયા થાય ત્યાં સુધી અમારી આંખો તેમના તરફ તાકી રહે છે.


યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો.


યહોવાની રાહ જો, તેમને માર્ગે ચાલ, અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે; દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે.


યહોવાની આગળ શાંત થા, અને તેમની રાહ જો; જે પોતાના માર્ગે આબાદ થાય છે, અને જે કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.


મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારું તારણ [છે].


હે મારા આત્મા, તું ફકત શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે હું તેમની જ અપેક્ષા રાખું છું.


હે યહોવા ક્યાં સુધી? શું તમે સદા કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?


જે વિદેશીઓ તમને જાણતા નથી, અને જે રાજ્યની પ્રજાઓ તમારે નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો.


હું ભૂંડાઈનો બદલો લઈશ એવું તારે ન કહેવું જોઈએ; યહોવાની રાહ જો, તે તને ઉગારશે.


મને તારા હ્રદય પર મુદ્રા તરીકે, અને તારા હાથ પર વીંટી તરીકે બેસાડ; કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે; ઈર્ષા શેઓલ જેવી ક્રૂર છે; તેના ચમકારા અગ્નિના ચમકારા જેવા છે, તે ખુદ યહોવાનો ભડકો [છે].


જે સંકલ્પ આખી પૃથ્વી વિષે કરેલો છે તે એ છે; અને જે હાથ સર્વ દેશો સામે ઉગામેલો છે તે એ છે.


તે માટે યહોવા તમારા પર દયા કરવાની રાહ જોશે, ને તમારા પર રહેમ કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે; કેમ કે યહોવા ન્યાયીના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે, તેઓ સર્વને ધન્ય છે.


કેમ કે સર્વ પ્રજાઓ પર ને તેનાં સર્વ સૈન્યો પર યહોવાને ક્રોધ ચઢયો છે; પ્રભુએ તેઓને વિનાશ પામવા નિર્માણ કર્યાં છે, તેઓને સંહારને આધીન કર્યાં છે.


મેં મારા રોષમાં લોકોને છૂંદી નાખ્યા, ને મારા કોપમાં મેં તેઓના કકડેકકડા કર્યા, અને મેં તેઓનું લોહી ભૂમિ પર રેડી દીધું.


જે વિદેશીઓ તમને ઓળખતા નથી, તથા જે કુળો તમારું નામ લેતા નથી તેઓના પર તમારો કોપ રેડી દો; કેમ કે તેઓ યાકૂબને ખાઈ ગયા છે, બલકે ખાઈ જઈને તેને છેક પાયમાલ કર્યો છે, અને તેનું રહેવાનું સ્થળ વેરાન કર્યું છે.”


તે માટે તું તારા ઈશ્વરની પાસે પાછો આવ, કૃપાળુ થા, ને ન્યાય માર્ગે ચાલ, ને નિરંતર તારા ઈશ્વરની સેવામાં રહે.


ત્યારે હું સર્વ પ્રજાઓને એકત્ર કરીને તેમને યોહાશાફાટની ખીણમાં દોરી લાવીશ; અને મારા લોકો, એટલે મારો વારસો ઇઝરાયલ, જેને તેઓએ ભિન્ન ભિન્ન પ્રજાઓમાં વિખેરી નાખીને મારો દેશ વહેંચી લીધો છે, તેને માટે હું તેમની આગળ વકીલાત કરીશ.


પણ હું તો યહોવા તરફ જોઈ રહીશ. હું મારું તારણ કરનાર ઈશ્વરની વાટ જોઈશ. વાટ જોઈશ. મારો ઈશ્વર મારું સાંભળશે.


કેમ કે એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, કેમ કે તે [સંદર્શન] પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહિ. જો કે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જોજે; કેમ કે તે નક્કી થશે જ, તેને વિલંબલ થશે નહિ.


યહોવાના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ, પણ યહોવાના [ક્રોધના] આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે. કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત, હા, ભયંકર અંત લાવશે.”


હું રાજ્યાસનો ઊંધા વાળીશ, ને હું સર્વ પ્રજાઓનાં રાજ્યોના બળનો નાશ કરીશ. હું રથોને તથા તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાખીશ. અને ઘોડાઓ તથા તેઓના સવારો દરેક પોતપોતાના ભાઈની તરવારથી ધરણી પર ઢળી પડશે.


અને સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે.


પણ જેમ ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે. તે સમયે આકાશો મોટી ગર્જનાસહિત જતાં રહેશે, ને તત્ત્વો અગ્નિથી પીગળી જશે, અને પૃથ્વીને તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.


ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી, તેણે સાત દૂતને કહ્યું, “તમે જાઓ, અને ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.”


કેમ કે તેઓ ચમત્કારો કરનારા દુષ્ટ આત્માઓ છે, જેઓ સર્વ શક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને માટે આખા જગતના રાજાઓને એકત્ર કરવા માટે તેઓની પાસે બહાર જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan