સફાન્યા 3:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 યહોવા તેનામાં ન્યાયી છે. તે અન્યાય કરતા નથી. દર સવારે તે પોતાનો ઇનસાફ જાહેર કરે છે, તે ચૂક કરતા નથી, પણ અધર્મી બેશરમ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 છતાં પ્રભુ હજી પણ એ નગરીમાં છે. તે હંમેશાં જે વાજબી અને ઘટારત છે તે જ કરે છે, અને ખોટું કદી કરતા નથી. દર સવારે તે અચૂકપણે પોતાનું ન્યાયીપણું જાહેર કરે છે. તેમ છતાં ત્યાંના દુષ્ટો ખોટાં ક્મ કરતાં શરમાતા નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેનામાં યહોવાહ ન્યાયી છે, તે અન્યાય કરતા નથી. રોજ સવારે તે ન્યાય કરે છે તે કશી ચૂક કરતા નથી, છતાં ગુનેગાર લોકોને શરમ આવતી નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ5 પણ તેમાં વસતા યહોવા ન્યાયી છે, તે અધમ કાર્ય કરતા નથી. તે નિયમિત રીતે દરરોજ સવારમાં ચુકાદો આપે છે. તથા તે પ્રભાતમાં ચૂકતા નથી છતાં અનીતિમાન લોકોને શરમ આવતી નથી. Faic an caibideil |
કેમ કે યહોવા તારા ઈશ્વર તને ઉગારવાને ને તારી સામે તારા શત્રુઓને તારા હાથમાં સોંપવને, તારી છાવણી મધ્યે ચાલે છે. માટે તારી છાવણી શુદ્ધ રહે. એ માટે કે તારા ઈશ્વર તને ઉગારવાને ને તારી સામે તારા શત્રુઓને તારા હાથમાં સોંપવાને, તારી છાવણી મધ્યે ચાલે છે. માટે તારી છાવણી શુદ્ધ રહે. એ માટે કે તારામાં કોઈ અશુદ્ધ વસ્તુ જોઈને તે તારાથી દૂર ન જાય.