Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સફાન્યા 3:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ હું તારામાં દુ:ખી તથા ગરીબ લોકોને રહેવા દઈશ, ને તેઓ યહોવાના નામ પર વિશ્વાસ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ત્યાં હું નમ્ર અને દીનજનોને રહેવા દઈશ અને તેઓ મદદ માટે મારા પર આધાર રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ હું તારામાં દીન તથા ગરીબ લોકોને રહેવા દઈશ, તેઓ મારા નામ પર ભરોસો રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પરંતુ હું તમારામાં એવા જ લોકોને રહેવા દઇશ જે નમ્ર અને દીન હોય; અને તેઓ મારા નામ પર વિશ્વાસ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac




સફાન્યા 3:12
24 Iomraidhean Croise  

અમારે માટે બચેલો શેષ રાખવાને, ને પોતાના પવિત્રસ્થાનમાં એક ખીલો અમને આપવાને, અમારા ઈશ્વર યહોવા તરફથી થોડીવાર સુધી કૃપા બતાવવામાં આવી છે, એ માટે કે અમારા ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે, ને અમારા બંદીવાસમાં અમને કંઈક નવજીવન બક્ષે.


યહોવા તેમને મદદ કરે છે, અને તેમને છોડાવે છે; તે તેઓને દુષ્ટોથી છોડાવે છે, અને તેમને તારે છે, કારણ કે તેઓએ તેમનો આશરો લીધો છે.


ગરીબમાં ગરીબ માણસ અન્ન ખાશે, અને દરિદ્રી નિર્ભયતાથી સૂશે. હું તારા મૂળને દુકાળથી મારી નાખીશ, ને તારો શેષ કતલ કરવામાં આવશે.


તો દેશના એલચીઓને કેવો ઉત્તર આપવો? તે આ-યહોવાએ સિયોનનો પાયો નાખેલો છે, ને તેના લોકોમાંના જેઓ દુ:ખી છે તેઓ એના આશ્રયમાં આવી રહેશે.”


વળી યહોવામાં દીનોનો આનંદ વધતો જશે, ને દરિદ્રી માણસો ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] માં હરખાશે.


તમારામાં યહોવાથી બીનાર કોણ છે? તે તેના સેવકનો શબ્દ સાંભળે; જે અંધકારમાં ચાલે છે, ને જેને કંઈ પ્રકાશ નથી, તેણે યહોવાના નામ પર ભરોસો રાખવો, અને પોતાના ઈશ્વર પર આધાર રાખવો.


તે છતાં જો તેમાં દશાંશ રહે, તો તે ફરીથી બાળવામાં આવશે; એલાહવૃક્ષ તથા એલોનવૃક્ષ પાડી નાખવામાં આવ્યા પછી ઠૂંઠું રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ ઠૂંઠા જેવું છે.”


જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે, ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે.


યહોવા કહે છે કે, તે દિવસોમાં તથા તે સમયમાં લોકો ઇઝરાયલનો દોષ શોધશે પણ તે જડશે નહિ. અને યહૂદિયાનાં પાતકો શોધશે, પણ તે જડશે નહિ; કેમ કે જેઓને હું રહેવા દઈશ તેઓને હું ક્ષમા કરીશ.


તથાપિ હું કેટલાકને જીવતા રહેવા દઈશ, એટલે તમે જુદા જુદા દેશોમાં વિખેરાઈ જશો ત્યારે તમારામાંના કેટલાક ત્યાંની પ્રજાઓમાં તરવારથી બચી જશે.


તેઓ આશૂર દેશને તરવારથી તથા નિમ્રોદના દેશને તેના નાકામાં ઉજ્‍જડ કરી મૂકશે. અને જ્યારે આશૂરી [સૈન્ય] આપણા દેશમાં આવીને આપણી હદમાં ફરશે, ત્યારે તે તેના હાથમાંથી આપણને છોડાવશે.


યહોવા સારા છે, સંકટ સમયે તે ગઢરૂપ છે; અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે.


અને તે દિવસે તે [કરાર] રદ કરવામાં આવ્યો; અને એમ ટોળાના કંગાલો જેઓ મારા [કહેવા] પર લક્ષ આપતા હતા તેઓએ જાણ્યું કે એ તો યહોવાહનું વચન છે.


માટે કતલ થઈ જતા ટોળાનું, ટોળામાંના ખરેખર કંગાલ [ઘેટાં] નું, મેં પાલન કર્યું. મેં મારે માટે બે લાકડીઓ લીધી. મેં તેમાંની એકનું નામ કરુણા પાડયું, ને બીજીનું નામ મેં ઐક્ય પાડયું; અને મેં ટોળાનું પાલન કર્યું.


આંધળા દેખતા થાય છે, ને પાંગળા ચાલતા થાય છે. રક્તપિત્તીઆ શુદ્ધ કરાય છે, ને બહેરા સાંભળતા થાય છે, મૂએલા ઉઠાડાય છે, ને દરદ્રિઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.


અને વિદેશીઓ તેના નામ પર આશા રાખશે.”


“આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.


વળી યશાયા કહે છે, “યિશાઈની જડ, એટલે વિદેશીઓ ઉપર રાજ કરવાને જે ઊભો થવાનો છે, તે થશે. તેના પર વિદેશીઓ આશા રાખશે.”


મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો. વિશ્વાસમાં ધનવાન થવા માટે, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા માટે ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કર્યાં?


તે દ્વારા તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો, તેમણે તેમને મૂએલાંમાંથી ઉઠાડયા, અને મહિમા આપ્યો કે જેથી તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર થાય.


Lean sinn:

Sanasan


Sanasan