Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સફાન્યા 2:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જે આનંદી નગર નિશ્ચિત રહેતું હતું, ને પોતાના મનમાં કહેતું હતું, ‘હું જ છું, ને મારા સિવાય બીજું કોઈ નથી, ’ તે કેવુમ વેરાન તથા પશુઓને પડી રહેવાનું સ્થાન થઈ પડયું છે! તેની પાસે થઈને જનાર દરેક માણસ ફિટકાર કરશે, ને [તિરસ્કારસહિત] પોતાનો હાથ હલાવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પોતાની સત્તામાં મદમસ્ત અને પોતે સલામત છે એવું માનતા શહેરની એવી દુર્દશા થશે. પોતાનું શહેર તો દુનિયામાં સૌથી મહાન છે એવું તેના લોકો માને છે. પણ એ કેવું વેરાન બની જશે! એ તો વન્ય પશુઓનું વિશ્રામસ્થાન બની જશે! તેની પાસેથી પસાર થનાર સૌ કોઈ ભયભીત બની તેનાથી દૂર ભાગશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 આ આનંદી નગર નિશ્ચિંત રહેતું હતું, તે હૃદયમાં કહે છે કે, “હું છું અને મારા જેવું કોઈ પણ નથી.” તે કેવું વેરાન તથા પશુઓના રહેવાનું સ્થાન થઈ ગયું છે. તેની પાસે થઈને જનાર દરેક માણસ નિસાસા સાથે પોતાનો હાથ હલાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 સમૃદ્ધ ગણાતું અને સુરક્ષિત નગર પોતાના માટે ગર્વથી કહેતું હતું, “મારા જેવું મહાનગર બીજું એક પણ નથી.” હવે તે નગરની સામે જુઓ, તે કેવું વેરાન થઇ ગયું છે! વળી તે પશુઓના રહેવાનું સ્થાન થઇ ગયું છે! તેની પાસે થઇને જનાર દરેક માણસ મશ્કરી કરશે, અને પોતાની મુઠ્ઠી હલાવશે.

Faic an caibideil Dèan lethbhreac




સફાન્યા 2:15
27 Iomraidhean Croise  

તમારી જેમ હું પણ બોલી શકું છું; જો તમારો આત્મા મારા આત્માની જગાએ હોત, તો હું તમારી સાથે દલીલ કરત, અને તમારી સામે મારું માથું ધુણાવત.


માણસો તેની સામે તાળીઓ પાડશે, અને તેની જગાએથી તેનો ફિટકાર કરશે.


અરે, શોરબકોરથી ભરપૂર, ઘોંઘાટ કરનાર નગર, મોજીલા શહેર, તારા મારેલા તો તરવારથી મારેલા નથી, ને યુદ્ધમાં મરણ પામેલા નથી.


સુખવાસી સ્ત્રીઓ, કાંપો; બેદરકાર રહેનારીઓ, ધ્રૂજો; વસ્ત્રો કાઢીને નગ્ન થાઓ, ને કમર પર [ટાટ] બાંધો.


કેમ કે રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે; વસતિવાળું નગર ઉજજડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાંના આનંદનું સ્થાન, અને ઘેટાંનું ચરણ થશે.


સુખવાસીસ્ત્રીઓ, ઊઠો, મારી વાણી સાંભળો. બેદરકાર દીકરીઓ, મારાં વચનો તરફ કાન દો.


તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું છે, ‘મને કોઈ જોતો નથી.’ તારા જ્ઞાને તથા તારી વિદ્યાએ તને કુમતિ આપી છે; તારા મનમાં તેં માન્યું છે, ‘હું જ છું, ને મારા સિવાય બિજું કોઈ નથી.’


અને તેમનો દેશ વિસ્મય તથા નિરંતર ફિટકાર ઉપજાવે એવો થાય; જે કોઈ તેની પાસે થઈને જશે તે વિસ્મય પામશે, ને પોતાનું માથું હલાવશે.


વળી હું આ નગરને વિસ્મય તથા ફિટકાર ઉપજાવે એવું કરીશ; જે કોઈ તેની પાસે થઈને જશે તે દરેક તેની સર્વ વિપત્તિને લીધે વિસ્મિત થશે ને તેનો ફિટકાર કરશે.


યહોવાના કોપને લીધે તેમાં વસતિ થશે નહિ, તે છેક ઉજ્જડ રહેશે. જે કોઈ બાબિલની પાસે થઈને જશે તે વિસ્મય પામશે, ને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે.


જે નગરી વસતિથી ભરચક હતી, તે કેમ એકલવાઈ બેઠી છે! તે કેમ વિધવા સરખી થઈ છે! પ્રજાઓમાં જે મહાન તથા નગરીઓમાં રાણી હતી, તે કેમ ખંડણી આપનારી થઈ છે!


પ્રભુએ કોપરૂપી વાદળાંથી સિયોનની દીકરીને કેવી ઢાંકી દીધી છે! તેમણે ઇઝરાયલની શોભાને આકાશમાંથી પૃથ્વી પર નાખી દીધી છે, ને પોતાના કોપને દિવસે પોતાના પાયાસનનું સ્મરણ કર્યું નથી.


જેઓ પાસે થઈને જાય છે તેઓ સર્વ તારી વિરુદ્ધ તાળી પાડે છે. તેઓ ફિટકાર કરીને યરુશાલેમની દીકરીની સામે માથાં હલાવીને કહે છે: “જે નગરને લોક સુંદરતાની સંપૂર્ણતા, આખી પૃથ્વીનું આનંદાસ્પદ કહેતા હતા, તે શું આ છે?”


[અન્ય] પ્રજાઓના વેપારીઓ ત્રાહે ત્રાહે પોકારે છે; તું ત્રાસરૂપ થઈ પડ્યું છે, ને તું ફરી કદી હયાતીમાં આવશે નહિ.”


“હે મનુષ્યપુત્ર, તૂરના હાકેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તારું મન ઉન્મત્ત થયું છે, ને તેં કહ્યું છે, ‘હું ઈશ્વર છું, હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસનમાં બેઠેલો છું.’ જો કે તેં તારા મનને ઈશ્વરના મનને દરજ્જે બેસાડ્યું છે, તો પણ તું મનુષ્ય જ છે, ને ઈશ્વર નહિ.સ


ત્યારે પણ શું તું તને મારી નાખનારની આગળ એમ કહીશ કે, ‘હું ઈશ્વર છું?’ પણ, તને ઘા મારનારના હાથમાં તો તું માણસ છે, ઈશ્વર તો નહિ.


અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે મિસરના રાજા ફારુન, પોતાની નદીઓમાં પડી રહેનાર, ‘આ નદી મારી પોતાની છે, ને મેં તેને મારે પોતાને માટે બનાવી છે.’ એવું કહેનાર મહાન અજગર, જો, હું તારી વિરુદ્ધ છું.


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


તારા ઘાની. વેદના બિલકુલ શમતી નથી, તારો ઘા કારી છે. તારી ખબર સાંભળનારા સર્વ તારા [હાલ જોઈને] તાળીઓ પાડે છે. કેમ કે તારી દુષ્ટતા કોના પર સતત ચાલી નથી?


તેઓ ભયંકર તથા બિહામણા છે. તેઓનો ન્યાય તથા તેઓની પ્રતિષ્ઠા તેઓમાંથી જ નિકળે છે.


અને પાસે થઈને જનારાઓએ પોતાનાં માથાં હલાવતાં તથા તેમની મશ્કરી કરતાં


Lean sinn:

Sanasan


Sanasan