Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સફાન્યા 2:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે બેશરમ પ્રજા, હુકમનો અમલ થઈ જાય, તમે ઊડી જતા ભૂસાના જેવા થઈ જાઓ, યહોવાનો સખત ક્રોધ તમારા પર આવે, યહોવાના કોપનો દિવસ તમારા પર આવી પડે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1-2 ઓ બેશરમ લોકો, એકત્ર થાઓ. પવનથી ઊડી જતાં ફોતરાંની જેમ તમને હાંકી કાઢવામાં આવે તે પહેલાં, પ્રભુનો કોપાગ્નિ તમારા પર આવી પડે તે પહેલાં એટલે પ્રભુના રોષનો દિવસ આવી લાગે તે પહેલાં એકત્ર થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હે શરમ વગરની પ્રજા, તમે સાથે મળી એકત્ર થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઓ શરમ વગરના લોકો! તમે સાથે મળી ભેગા થાઓ.

Faic an caibideil Dèan lethbhreac




સફાન્યા 2:1
15 Iomraidhean Croise  

યહૂદિયાના લોકો યહોવાની સહાય માગવા માટે એકત્ર થયા.એટલે યહૂદિયાના સર્વ નગરોમાંથી તેઓ યહોવાની શોધ કરવા માટે આવ્યા.


સાતમો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકત્ર થયા; મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઇઝરાયલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવાને તેઓએ એઝરા શાસ્ત્રીને કહ્યું.


એ માસને ચોવીસમે દિવસે, ઇઝરાયલી લોકો ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને પોતાના પર ધૂળ નાખીને ભેગા થયા.


‘જો સૂસામાં જેટલા યહૂદીઓ છે તે સર્વને એકઠા કર, અને તમે સર્વ આજે મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત્રે કે દિવસે તમારે કંઈ ખાવું કે પીવું નહિ. હું તથા મારી દાસીઓ પણ એવી જ રીતે ઉપવાસ કરીશું. જો કે તે નિયમ વિરુદ્ધ છે તોપણ હું રાજાની હજૂરમાં જઈશ; જો મારો નાશ થાય, તો ભલે થાય.’”


તે માટે વરસાદ અટકાવવામાં આવ્યો છે, ને છેલ્લો વરસાદ પડયો નથી. પણ તને વેશ્યાનું કપાળ હતું, એટલે તેં તો છેક જ લાજ મૂકી દીધી!


તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું, માટે શું તેઓ શરમિંદા થયા નહિ, વળી શું છે તે તેઓ સમજ્યા નહિ; તેથી તેઓ પડનારાઓ ભેગા પડશે; જ્યારે હું તમને જોઈ લઈશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે, ” એમ યહોવા કહે છે.


પવિત્ર ઉપવાસ કરો, ધાર્મિક સંમેલન ભરો, વડીલોને તથા દેશના સર્વ રહેવાસીઓને તમારા ઈશ્વર યહોવાના મંદિરમાં ભેગા કરો, ને યહોવાની સમક્ષ વિનંતી કરો.


યહોવા તેનામાં ન્યાયી છે. તે અન્યાય કરતા નથી. દર સવારે તે પોતાનો ઇનસાફ જાહેર કરે છે, તે ચૂક કરતા નથી, પણ અધર્મી બેશરમ છે.


મેં ત્રણ પાળકોને એક માસમાં નષ્ટ કર્યા; કેમ કે હું તેમનાથી કાયર થયો હતો, ને તેઓ પણ મારાથી કંટાળ્યા હતા.


કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકત્ર થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું”


Lean sinn:

Sanasan


Sanasan